પોસ્ટર પર લખેલું છે બ્રાહ્મણ પિતૃસત્તાનો વિનાશ થાય
ન્યુ દિલ્હી,તા.૨૦
સોશિયલ મીડિયા કંપની ટ્વિટરના સીઇઓ જેક ડોરસી ભારતની યાત્રા કારણે વિવાદમાં સપડાયા છે. હકીકતમાં તેમણે એક રાજકીય પોસ્ટર સાથે ફોટો શેર કર્યો હતો, જેમાં આ તેઓ વિવિધ ગ્રુપ સાથે મળે છે. આ ફોટોને કારણે એક મોટા વિવાદે જન્મ લીધો છે. આ ફોટામાં જેક પત્રકાર, સામાજીક કાર્યકર્તાઓ સહિત કેટલાક લોકો સાથે ઉભા છે તેમના હાથમાં એક પોસ્ટર છે. આ પોસ્ટર પર લખેલું છે કે, બ્રાહ્મણ પિતૃસત્તાનો વિનાશ થાય. આ ફોટાને કારણે ડાબેરી યુઝર્સ ભડકી ગયા હતા તેમણે જેક પર જાતીય સમૂહ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.
વિવાદ વધતા કંપનીએ સ્પષ્ટટતા આપતા એક અનૌપચારીક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, હાલમાં જ અમે મહિલા પત્રકારો અને કંઇક અલગ કરનારાઓના લોકોના એક સમૂહ સાથે બેઠક કરી હતી, જેમણે જેકની સાથે પોતાના અનુભવ શેર કર્યા હતા અને તેમને એક પોસ્ટર ગિફ્ટ કર્યું હતું. સાથે ટ્વિટર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, આ અમારા સીઇઓનું નિવેદન નથી, આ સમગ્ર વિશ્વમાં થઇ રહેલી સાર્વજનિક વાતોને તમામ પક્ષોને જાવા, સાંભળવા અને સમજવા માટે અમારી કંપનીના પ્રયાસોનો એક નમૂનો છે.
વિવાદ વધતો જાઇને કંપનીના લીગલ હેડ વિજય ગુટ્ટે જણાવ્યું હતું કે, મને આના પ્રત્યે અત્યંય દુઃખ છે, અમારા વિચાર આવા નથી. અમને એક ગિફ્ટ આપવામાં આવ્યું હતું જેની સાથે અમે એક ખાનગી ફોટો પાડ્યો હતો. ટ્વિટર તમામ યુઝર્સ માટે એક નિષ્પક્ષ મંચ રહેવા પ્રયાસ કરે છે. અમે અહિંયા આ નિષ્પક્ષતાને જાળવી રાખવા નિષ્ફળ રહ્યા છે. અમારે ભારતમાં પોતાના ગ્રાહકોને વધુ સારી સેવા આપવી જાઇએ.
હકીકતમાં આ વિવાદ ત્યારે ઉભો થયો જ્યારે એક પત્રકારે જેકની સાથે ગ્રુપ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ફોટાને શેર કરીને પત્રકાર એમએમ વેટ્ટકેડે લખ્યું હતું કે, ટ્વિટરના સીઇઓ અહિંયા આવ્યા અને તેમની સાથે ટ્વિટરના લીગલ હેડ વિજયા ગુટ્ટે પણ સામેલ થયા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





