લખનઉ,તા.૨૬
ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં એક યુવકે તેની પત્ની સાથે ઝઘડો થયા બાદ પોતાની છ માસની માસૂમ બાળકીનું ગળુ અને આંગળીઓ કાપી નાંખી હતી. બાળકીની સારવાર કરી રહેલા ડાક્ટરોએ જણાવ્યું હતું કે, બાળકીની સ્વર ગ્રંથિ કપાઇ ગઇ છે, એવામાં તેને બોલવામાં મુશ્કેલી પડી રહી છે. પોલીસે યુવકની ધરપકડ કરી છે અને તેની ઓળખ જાહિદ તરીકે થઇ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, રવિવારે જાહિદ અને તેની પત્ની અંદરો-અંદર ઝઘડી પડ્યા હતા. તેણે કથિત રીતે તેની પત્ની પર આરોપ લગાવ્યો હતો કે, તેનું તેના પાડોશી સાથે અફેર ચાલી રહ્યું છે. પોલીસ મુતાબિક જાહીદે જણાવ્યું કે તેના પાડોશી તેને કહેતા હતા કે તે તેની પુત્રીનો પિતા નથી. આ વાત તેને ખૂંચતી હતી, જ્યારે રાત્રે તેણે તેની પત્નીને આ અંગે વાત કરી તો તેની પત્નીએ કોઇ જવાબ આપ્યો ન હતો. જેને કારણે ગુસ્સે ભરાઇને તેણે છરી વડે તેની પત્ની અને બાળકી પર હુમલો કર્યો હતો.
તેણે છરીથી બાળકીનું ગળુ કાપી નાંખ્યુ હતું. આ સિવાય તેની પત્નીના હાથ પર પણ ઇજા થઇ હતી. પોલીસે કેસની તપાસ શરૂ કરી છે અને પરિવાર તેમજ પાડોશીઓ સાથે પૂછપરછ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, જાહીદ કથિત રીતે નશો કરતો હતો અને પોતાની પત્ની સાથે મારપીટ પણ કરતો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





