ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના મુજબ ભરૂચ જીલ્લાના ઔદ્યોગિક એકમોમાંથી અન્ય રાજય અને શહેરોની 6100 ઓમાં કેમીકલની હેરાફેરી કરતા ટેન્કર ચાલકો જે વિપુલ પ્રમાણમાં હાઇવે પરથી પસાર થાય છે જેઓ હોટલ-ધાબાઓ ઉપર ચોરી છુપીથી કેમીકલ ટેન્કરોમાથી કેમીકલ ચોરી કરી ગેરકાયદેસર પ્રવૃતિ આચરી રહેલ હોવાની કંપનીઓ મારફતે ઉપરી અધિકારીઓને ધ્યાન દોરી આવા પ્રકારની પ્રવૃતિઓને અંકુશમાં લેવા સુચના અને માર્ગદર્શન આધારે આજરોજ વહેલી સવારના એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર પી.એન.પટેલ તથા પોલીસ સબ ઇન્સપેકટર કે.એમ.ચૌધરી તથા પોલીસ માણસો સાથે ને.હા.નં-૪૮ ઉપરથી પસાર થતા કેમીકલ ભરેલ ટેન્કરો ઉપર વોચમાં હતા તે દરમ્યાન સાથેના પો.કો.શૈલેષભાઇ ઇશ્વરભાઇને મળેલ બાતમી આધારે હોટલ આઇમાતાના કમ્પાઉન્ડમાં સર્ચ કરતા ટેન્કર નં 6-08-2-6316 ના ચાલક રામચંદ્ર ક્રિષ્નારામ બિશ્રોઇજાંગુ રહે.રાજસ્થાન પોતાનું ટેન્કર લાવી મુકેલ અને તેની બાજુમાં ટાટા
૧૧૦૯ ટેમ્પો નં-૯4-16-0/-8771 ના ડ્રાઇવર રાજેન્દ્રકુમાર ઝાલારામ બિશ્રોઇનાઓ ભેગા મળી ગણપતરામ ઉદારામ પવાર (બિશ્રોઇ) નાઓને કેમીકલનો જથ્થો પહોચાડવાની પ્રક્રિયા કરતા કેમીકલ ભરેલ ટેન્કરના વાલ્વ ખોલી તેની ઉપર ફ્લસ વાલ્વ ફીટ કરી પ્લાસ્ટીકની પાઇપ લગાડી ટેમ્પામાં મુકેલ પ્લાસ્ટીકના બેરલમાં ૨૦૦ લીટર કેમીકલ કિ.રૂ.૪૪,૫૩૩/- ની ચોરી કરી ભરી આપતા પકડાઇ ગયેલા. તે ટેન્કર નં 6-08-2-6316 અને તેમાં ભરેલ કેમીકલ તથા ટાટા ૧૧૦૯ ટેમ્પો નં-6-16-0/-8771 તથા આરોપીઓની અંગઝડતી ના રોકડા રૂપિયા તથા મોબાઇલ તેમજ કેમીકલ ચોરી કરવાના સાધનોની કુલ કિ.રૂ.૬૨,૯૫,૭૨૭/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી પો.કો.સુરેશભાઇ રામસીંગભાઇ એસ.ઓ.જી. ભરૂચ નાઓએ સરકાર તરફે ફરીયાદ જાહેર કરેલ છે, અને આગળની તપાસ પોલીસ ઇન્સપેકટર એસ.ઓ.જી. ભરૂચ નાઓ કરી રહેલ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"








