સુરત જિલ્લા ના મહુવેજ ની એક કંપની એ સરકારી જમીન પર દબાણ કરતા ઉપવાસ આંદોલન 

0
204

માંગ નહીં સંતોષાય તો એક જાગૃત નાગરિક ની આત્મવિલોપન ની પણ ચીમકી 

કિમ : સુરત જિલ્લા ના મહુવેજ ની એક કંપની એ સરકારી જમીન પર દબાણ કરતા ગામના જાગૃત મગરીકે ઉપવાસ આંદોલન નો મધપૂડો છેડ્યો છે જેમાં મહુવેજ તા.માંગરોળ જી.સુરતના સુરેન્દ્રભાઈ રામુભાઈ પરમાર તા.26.12.2018 થી મહુવેજ ગામ ખાતે આમરણાંત ઉપવાસ પર બેઠા છે તેમની માંગણી છે કે એમના ખેતરમાં જવાનો રસ્તો જે ગાયકવાડ સરકાર થી 20 ફુટ નો હતો અને નકશા માં પણ બતાવેલ છે. પરંતુ અંજલિ ઇન્સફઆસ્તકચર લિમિટેડ કંપની જે સિમેન્ટ ના બ્લૉક બનાવે છે તેમણે સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો કરી સરકરી રસ્તા માં બાંધકામ કરી દીધેલ છે.જેના લીધે એ રસ્તો બંધ થયેલ છે જે હાઈવે ને જોડતો કાચો રસ્તો છે. કંપની નું દબાણ દૂર કરવાની માંગણી સાથે સુરેન્દ્રભાઈ ઉપવાસ પર ઉતર્યા છે. અને જો માગણી નહીં સંતોષાય તો આત્મવિલોપન ની ચીમકી પણ ઉચ્ચારી છે.

આ બાબતે ગ્રામજનો તથા સરપંચ સાથે વાત કરતા જાણવા મળ્યું કે કંપની ના ગંદા પાણી નો નિકાલ પણ ગૌચરની જમીન માં કાઢવામાં આવે છે.સ્થાનિક લોકો ને નોકરી તો આપી નથી શકતા અને સરકાર ના 60% ભરતી કરવાના નિયમ ને પણ નેવે મૂકી ઉપર થી આવી કનડગત કરવામાં આવી રહી છે. ત્યારે ગ્રામજનો ખૂબ આક્રોશ માં આવી  કંપની સામે ગુસ્સો ઠાલવી રહયા છે. ગામ ના  તલાટી ને પૂછતા તેઓ ડીએસે એલ આર જમીન માંપણી વિભાગ ને ખો આપી રહ્યા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY