વડોદરા : વડોદરા શહેરના કારેલીબાગ સોસાયટી મુક્તાનંદ-૧૧ રહીશ મિત્તલ નવિનચંદ્ર સરૈયા ઉંમર વર્ષ-૫૧ છેલ્લા ૨૬ વર્ષથી અમેરિકા રહેતા હોય તેઓ પિતાને હાર્ટની બિમારી હોય અને તેઓને દાખલ કરેલ હોય મળવા માટે તા.૨૪/૧૧/૨૦૧૮ના રોજ સવારના પાંચેક વાગ્યે અમેરિકાથી વડોદરા આવેલ અને પરિવાર સાથે રોકાયા હતા. તા.૨૭/૧૧/૨૦૧૮ના રોજ બપોરના આશરે ૧૩:૩૦ કલાકે આઇ.સી.આઇ.સી.આઇ બેંકમાં જવું છે તેમ કહી ઘરેથી નિકળેલ ત્યારબાદ મોડે સુધી ઘરે ન આવતાં તપાસ કરતાં મળી આવેલ નથી આ ગુમ થનારના ગળામાં રૂદ્રાક્ષની માળા પહેરેલ છે. કપાળના ભાગે જુનું વાગેલાનું નિશાન છે. શરીર ઉપર નારંગી ટી-શર્ટ અને વાદળી કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે. તેઓ પાસે કાળા કલરનો બેગ છે. જે ગુજરાતી, હિન્દી સમજી શકે તેમજ બોલી શકે છે. ગુમ થનાર મળી આવે તો કારેલીબાગ પોલીસ સ્ટેશન વડોદરા ફોન નં.૦૨૬૫-૨૪૩૨૫૯૨ને સંપર્ક સાધવા જણાવવામાં આવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





