ભરૂચ નો ભૂતપૂર્વ બુટલેગર જેન્તી ફરી સક્રિય થતા પોલીસ ઝપટે ચડ્યો.

0
1064

એક સમયે જેની ગણત્રી ઇંગ્લિશ દારૂ ના ધંધામાં મોટા માથા તરીકે ગણાતી હતી તે જેન્તી મિસ્ત્રી ફરી સક્રિય થયો હોવાની બાતમી ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ને મળતાજ એલસીબી ની ટિમ જેન્તી ને પકડવા કામે લાગી અને સફળતા મેળવી હતી જેમાં એક ઇકો કારમાં જેન્તી ને રૂપિયા 10000 ઉપરાંત ના ભારતીય બનાવટ ના વિદેશી દારૂ સાથે ઝડપી પડાયો.
જિલ્લામાં રોજ દેશી વિદેશી દારૂ ની રેડ થતી હોય અને જિલ્લા પોલીસ અધિક્ષક ના ખાનગી બાતમીદારો નાસતા ફરતા આરોપી અને પ્રોહીબિશન અંગે ની બાતમી આપતા હોય તયારે જુના જોગી જેન્તી એ ખાનગી સપ્લાય ચાલુ કર્યો!? દાદ દેવી ઘટે જેન્તી ની જીગર ની કે જાણે બધું બંધ છે તો પોલીસ ની નજર ચૂકવી જાઉં! પણ હાલ ની સ્થિતિએ જ્યારે પોલીસ સતર્ક છે ત્યારે આજની ઘટના ને ” જેન્તી નો બેખોફ આંધળુંકિયો આપઘાત”જ કહી શકાય

ધનંજય ઝવેરી 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY