મોબાઈલ કંપનીના અંડરગ્રાઉન્ડ કેબલો નાખવા પાલિકા ની મંજૂરી વિના ખોદકામ થતા પાણી ની મુખ્ય લાઈન માં ગાબડું પડતા પાણીની સમસ્યા

જોકે પાલિકા ના ચીફ ઓફિસરે લાલ આંખ કરી,મન્જુરી વિના ખોદકામ કરતી કમ્પની ની ગાડી તાત્કાલિક જપ્ત કરી નોટિસ ફટકારવા કડક કાર્યવાહી હાથ ધરી
રાજપીપળા : રાજપીપળા શહેર માં બે સમય પાણી સારી રીતે મળે છે ત્યાં ગતરોજ અચાનક પાણી ની તકલીફ બાબતે ની બુમ આવતા ખબર પડી કે એક મોબાઈલ કંપની દ્વારા શહેર માં અંડરગ્રાઉન્ડ મોાઈલ ના કેબલ નાખવા માં આવી રહ્યા હોય એ માટે માર્ગો પર કંપની ની ગાડી મશીન દ્વારા ખોદકામ કરે છે અને આ ખોદકામ માટે પાલિકા પાસે કોઈ મંજૂરી કે પરવાનગી લીધા વિનાજ કામગીરી કરાતા અન્ડરગ્રાઉન્ડ જતી પાણી ની મુખ્ય લાઈન તૂટી જતા રાજપીપલા શહેર માં પાણી ની તકલીફ સર્જાઈ જેમાં લોકો હેરાન થઈ રહ્યા હતા ત્યારે ચીફ ઓફિસર અમિત પંડ્યા ને આ બાબતે જાણ થતાંજ ચીફ ઓફિસરે મોબાઈલ કંપની ની ખોદકામ કરતી ગાડી અટકાવી ને તેને જપ્ત કરી કાયદેસર પગલાં લેવા તજવીજ હાથ ધરી અને જ્યાં જ્યાં પાણી ની તકલીફ જણાઈ ત્યાં પાલિકા દ્વારા ટેન્કરો મારફતે પાણી પોહ્ચાડવાનું શરુ કરાયું હતું.
આમ ખાનગી કંપનીઓ દ્વારા તંત્રની પૂર્વ મંજૂરી વિના મનફાવે એ રીતે કામગીરી થતા આમ જનતા પાણી જેવી જીવન જરૂરિયાત ની વસ્તુ માટે હેરાન થતા પાલિકા ના ચીફ ઓફિસર અમિત પંડ્યા એ લાલ આંખ કરી કાયદેસર પગલાં લેવા ની તૈયારી કરતા અન્ય કંપનીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો
બોક્ષ : મન્જુરી વિના કામગીરી થી નુકશાન અને પાણી ની સમસ્યા ઉભી કરનાર સામે પગલાં લેવાય એ જરૂરી છે : અમિત પંડ્યા
આ બાબતે પાલિકા ના ચીફ ઓફિસર અમિત પંડ્યા એ જણાવ્યું કે કમ્પનીઓ આમ પાણી જેવી બાબત ને ગઁભીરતા થી ન લઈ મનફાવે એમ અને મન્જુરી વિના ખોદકામ કરે ત્યારે અમારે કાયદાનો કોયડો વિંજવો પડે માટે હાલ અમે કંપની નું વાહન જપ્ત કરી નોટિસ આપવાની તજવીજ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




