વીજ વાહનોને પ્રોત્સાહન આપવા પેટ્રોલ-ડીઝલ કાર પરના ટેકસમાં વધારો કરવા હિલચાલ

0
8
સરકાર પર સબસિડીનો બોજ ઘટાડવા વિચારણા વહેતી મુકાઈ
– વીજ વાહનોની કિંમત આઈસીઈ એન્જિન વાહનોને સમકક્ષ હશે તો જ ગ્રાહકો તે તરફ આકર્ષાશે

વીજ વાહનના ખરીદદારોને ક્રોસ સબસિડી મારફત પ્રોત્સાહનો પૂરા પાડવાના ભાગરૃપ સરકાર પેટ્રોલ તથા ડીઝલ કાર પરના ટેકસમાં વધારો કરવા વિચારી રહી છે. ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેકચરિંગ ઓફ ઈલેકટ્રીક વ્હીકલ્સ (ફેમ) સ્કીમ હેઠળ કાર કંપનીઓ મારફત ખરીદદારોને અપાતા પ્રોત્સાહનોને કારણે સરકાર પર આવતા વધારાના નાણાંકીય બોજને હળવો કરવા આવી દરખાસ્ત વિચારવા જેવી છે એમ નાણાં મંત્રાલય માની રહ્યું હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. ફેમ સ્કીમના બીજા તબક્કા માટે એકઝિકયૂટિવ ફાઈનાન્સ કમિટિને સુપરત કરાયેલા આવેદનપત્રમાં નાણાં મંત્રાલય દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, આવા પ્રકારના નિર્ણયથી વીજથી ચાલતા વાહનો ખરીદવા પ્રોત્સાહન મળશે.ભારતની કાર બજાર ભાવની દ્રષ્ટિએ સંવેદનશીલ બજાર છે, ત્યારે આવી હિલચાલ પેટ્રોલ-ડીઝલ કારના વેચાણ પર અસર કરશે એમ એક કાર ડીલરે જણાવ્યું હતું. જો કે વીજળીથી ચાલતી એક કાર ઉત્પાદક કંપનીના સેલ્સ મેનેજરે આ દરખાસ્તને દરખાસ્તને આવકારી હતી. વિવિધ ક્ષેત્રો પરથી સરકાર પોતાનો સબસિડીનો બોજ ઘટાડી રહી છે.  વીજ વાહનોની કિંમત આઈસીઈ એન્જિન વાહનોને સમકક્ષ હશે તો જ ગ્રાહકો તે તરફ આકર્ષાશે એવો તેમણે દાવો કર્યો હતો. ટેકસમાં એક ટકો પણ જો વધારવામાં આવે તો તેનાથી સરકારની તિજોરીમાં નોંધપાત્ર આવક થઈ શકે છે. ૨૦૨૨-૨૩ સુધી ફેમ સ્કીમ ચલાવવા ભારે ઉદ્યોગ વિભાગ દ્વારા રૃપિયા ૯૩૮૧ કરોડની બજેટ ફાળવણી માટે આવી પડેલી વિનંતી બાદ નાણાં મંત્રાલયે આ વિચાર વહેતો મૂકયો છે. ઘરેલું બજારમાં વીજ વાહનોના ઉત્પાદન, વેચાણ અને વિકાસને પ્રોત્સાહન આપવા ૨૦૧૫માં ફેમ સ્કીમ રજુ કરાઈ હતી. સ્કીમના બીજા તબક્કાનો અમલ ત્રણ વખત મોકૂફ રખાયો છે. દરમિયાન સરકાર હસ્તકની એનર્જી એફિસિયન્સી સર્વિસીઝ લિ. જે સરકારી ઓફિસો માટે વીજ કારો ખરીદી રહી છે તેણે એવો મત વ્યકત કર્યો હતો કે વીજ કારોના ઉત્પાદકો દ્વારા જે રેન્જ બતાવવામાં આવે છે તેના કરતા હકીકતમાં વીજ કારો ઓછી રેન્જ આપે છે. કંપનીએ હાલમાં ૧૫૦ વીજ કાર સરકારી વિભાગને લીઝ પર આપી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY