ગત તા.૨૦-૧૨-૨૦૧૮ના એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજ્મેન્ટ એજન્સી (આત્મા) યોજના, કચ્છ દ્વારા સેવાસેતુ કેંદ્ર ગામ. આડેસર તાલુકો. રાપર ખાતે ડૉ. કે.ઓ. વાઘેલા, પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી આત્માની રાહ્બારી હેઠળ જિલ્લા અંદર તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
ખેડુતોને પશુપાલનમાં સારા પશુની સારી ઓલાદની ખરીદી કરવા, પશુમાં આવતા વિવિધ રોગો અને તેનુ નિયંત્રણ તથા પશુમાં સ્વચ્છ દુધ ઉત્પાદન જેવા મુદ્દાઓ ઉપર તાંત્રિક માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
વધુમાં ખેડુતમિત્રોએ કચ્છ જિલ્લાના કૃષિ યુનિવર્સીટીના સંશોધન કેંદ્રો, કૃષિ વિજ્ઞાન કેંદ્રોની મુલાકાત લઇ મહત્તમ લાભ મેળવે તે અંગે પ્રોજેકટ ડાયરેકટર, આત્મા કચ્છ દ્વારા અનુરોધ કરાયો હતો.
કાર્યક્રમનું સંચાલન હનીફભાઇ શેખ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો. નિતિન કુમાર પટેલ,વેટરનરી ઓફીસર,રાપર. શૈલેશભાઇ ડેપો મેનેજર, કૌશલભાઇ, GSFCના કેશવ ભાઇ ગ્રામ સેવક, આડેસર. દેવશી ભાઇ પરમાર ખેડુત મિત્ર, આત્મા તેમજ આડેસર ગામના ૬૫ જેટલા ખેડુત ભાઇઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતાં તેવું પ્રોજેકટ ડાયરેકટર, આત્મા કચ્છ દ્વારા જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




