31 ડિસેમ્બરે સ્ટેચ્યુ બંધ રેહવાની વાત જાણી પ્રવાસીયો નિરાશ  

0
291

રાજપીપળા : 31મી ઓક્ટોબરે ખુલ્લા મુકાયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીયો માટે 2018 નો અંતિમ દિવસ પણ ગ્રહણ બનશે કેમકે દર સોમવારે સ્ટેચ્યુ બંધ હોય તે દિવસે  સોમવાર આવે છે આમતો જાહેર રજાના દિવસોએ પ્રવાસીઓનો ખૂબ ધસારો રહેતો હોય છે જેમાં સ્ટેચ્યુ પર હજારોની સંખ્યામાં પ્રવાસીયો આવતા હોય છે પરંતુ એક બાદ એક મંત્રીઓની મુલાકાતના કારણે પૈસા ખર્ચતા પ્રવાસીયો ધક્કે ચઢે છે છતાં આ જગ્યા જોવા પ્રવાસીઓ ખુબ મોટી સંખ્યામાં આવતા હોય તહેવારોના સમય દરમિયાન સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને સારી આવક પણ થઈ છે. જેમાં નાતાલના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે 20,415 પ્રવાસીઓ ઉમટી પડતા સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 38,59,330 રૂપિયાની આવક થઈ હતી પરંતુ નાતાલના દિવસે પ્રવાસીઓનો ધસારો જોઈને પ્રવાસીઓ ને એમ લાગ્યું કે 31મી ડિસેમ્બરે સોમવાર હોવા છતા નવા વર્ષને લીધે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રહેશે અને ત્યાં આવી નવા-વર્ષની મજા માણીશું પરંતુ પ્રવાસીઓ માટે નિરાશજનક સમાચાર એ છે કે 31મી ડિસેમ્બરે ભલે વર્ષનો અંતિમ દિવસ હોઈ છતાં નિયમ મુજબ સોમવાર હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેશે.તેવું સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEO આઈ.કે.પટેલે જણાવ્યું હતું કેમકે નિયમમાં કોઈ ફેરફાર કરવામાં નહિ આવે જેથી રાબેતા મુજબ સોમવાર હોવાને કારણે 31મી ડિસેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેશે.આમ હજારો પ્રવાસીઓ આ નિર્ણયને કારણે નિરાશ જરૂર થયા છે પણ સાથે સાથે સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને આ નિર્ણયને લીધે લાખો રૂપિયાની નુકશાની વેઠવાનો વારો આવશે એ પણ એક હકીકત છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY