મુખ્યમંત્રીના રાજીનામાંની માંગ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું:પોલીસે કાર્યકરોની કરી અટકાયત.

0
432

ભરૂચ કલેકટરાલય ખાતે ભ્રષ્ટાચારી સરકારનું નેતૃત્વ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાની માંગ સાથે કોંગી કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઘસી આવતા પોલીસ દ્વારા કલેકટર કચેરી કિલ્લેબંધીમાં ફેરવાયું હતું.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર સમારંભમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસુલ વિભાગ અને ગૃહ વિભાગમાં હોવાના કરેલા નિવેદન હકીકતમાં ભ્રષ્ટાચારમાં ગળા ડુબ ભાજપાના ૨૩ વર્ષના શાસનનું સ્વીકારનામું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરકારી કાર્યક્રમમાં જ સ્વીકાર્યું કે, “મહેસુલ વિભાગ અને ગૃહ વિભાગ અને અન્ય વિભાગોમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર છે.૨૫ વર્ષ પહેલાં આવું ન હતું. ત્યારે ભ્રષ્ટાચારી સરકારનું નેતૃત્વ કરતાં મુખ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે ભરૂચ કલેકટર કચેરી સાથે રાજય વ્યાપી ઘરણાં-પ્રદર્શન બાદ
વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ૨૩ વર્ષથી શાસન કરી રહેલા ભાજપાના ભ્રષ્ટાચારી મોડેલ “ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચીવાલય સુધી”ભ્રષ્ટાચારના ફાયબર ઓપ્ટીક એટલે કે હપ્તારાજ ચાલી રહ્યું છે.
રાજ્યના શિક્ષણ,આરોગ્ય,શ્રમ અને રોજગાર,ગૃહ,મહેસુલ,કૃષિ, ઉદ્યોગ,વાહન વ્યવહાર, જળસંપત્તી,આદિજાતિ,સમાજ કલ્યાણ,ઉર્જા, શહેરી વિકાસ, અન્ન નાગરિક પુરવઠા સહિતના તમામ વિભાગોમાં ભ્રષ્ટાચાર ચાલે છે જેને ભાજપે શિષ્ટાચાર બનાવી દીધો છે.

ભાજપે મગફળી કૌભાંડ જેવા અનેક કરોડોના કૌભાંડો સાથે નોતબંધી અને જી.એસ.ટી. આઝાદીપછીનું સૌથી મોતું કૌભાંડ છે.ત્યારે રાજય વ્યાપી ભ્રષ્ટાચાર અંગે ગુજરાતના મુખ્યમંત્રીનું જ નિવેદન દર્શાવે છે કે ભ્રષ્ટાચારમાં સમગ્ર સરકાર ડૂબી ગઈ છે.રાજ્યના મુખ્યમંત્રીનું આ સ્વીકારનામું પછી ગુજરાતની જનતા જાણવા માંગે છે.

જેના વિરોધમાં ભ્રષ્ટાચારી સરકારનું નેતૃત્વ કરતાં મુખ્યમંત્રી ના રાજીનામાની માંગ સાથે ભરૂચ કોંગ્રેસ પાર્ટી દ્વારા કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો- આગેવાનો સાથે રાજ્ય વ્યાપી ધરણા પ્રદર્શનમાં ધારાસભ્યો, કાર્યકર, આગેવાનો મોટી સંખ્યામાં હજાર રહ્યા હતા. પરંતુ તેમને પોલીસની પરવાનગી ના હોવાથી કલેકટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. વિરોધ કરી રહેલા કાર્યકરોએ કચેરીમાં પ્રવેશવાનો પ્રયત્ન કરતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ ના દ્રશ્યો સર્જાયા હતા.આખરે પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY