મારેતો બાદશાહ જોઈતો હતો અને બેગમ આવી એમ કહી પતિએ પત્નીને દીકરી સાથે તગેડી મુકતા ફરિયાદ
નાંદોદ તાલુકાના નરખડીની વરખડ ખાતે પરણાવેલી પરણીતાને દહેજ માટે અે દીકરીનો જન્મ થતા સાસરિયાઓએ ત્રાસ આપતા પરણિતા એ મહિલા પોલીસમાં પતિ,સાસુ અને સસરા વિરુદ્ધ ફરિયાદ આપી
મહિલા સશક્તિકરણના ધજાગરા ઉડાડતો આ કિસ્સો પોલીસ મથકે આવતા તપાસ શરૂ
રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામના અર્જુનભાઈ વસાવાની દીકરી દેવિકાના લગ્ન નાંદોદના વરખડ ગામમાં રહેતા નિલેશ લાલજીભાઈ વસાવા સાથે થયા બાદ દેવિકાબેને એક દીકરીને જન્મ આપ્યા બાદ સાસરિયાઓને દીકરો જોઈતો હોય સુવાવડ બાદ સાસરિયાઓએ પોત પ્રકાસ્યું અને દેવિકાબેનને સાસુ માયાબેન અને સસરા લાલજીભાઈની ચઢામણીથી દેવિકાબેનને પતિ નીલેશે ત્રાસ આપવાનું શરુ કર્યું અને જણાવ્યુકે મારેતો બાદશાહ જોઈતો હતો અને બેગમ આવી એમ કહી સાસુ માયાબેન અને સસરા,પતિએ ઘરના કામ બાબતે તુ કામચોર છે કહી મેણાંટોણાં મારી અવારનવાર દેવિકાબેનને ગાળોબોલી ધાક ધમકીઓ આપી તથા કન્યાદાનમાં લાવેલ સામાન અને દાગીનાની માંગણી કરી શારિરીક તથા માનસીક ત્રાસ આપી દેવિકાને એક વર્ષની દિકરી સાથે પહેરેલ કપડે ઘરમાથી કાઢી મુકી સાસરિયાઓએ એક્બીજાની મદદગારી કરતા આખરે કંટાળેલી દેવિકાબેને રાજપીપળા મહિલા પો.સ્ટે.માં પતિ સાસુ અને સસરા વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




