ભરૂચ નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે ઉપર નર્મદા નદીને ક્રોસ કરવા માટે બનાવવામાં આવેલો વર્ષો જૂનો સરદાર બ્રિજ અવાર નવાર ખખડધજ થતાં તેનું સમારકામ કરીને તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. આવા સમયે ગત મહિને સાંજના સમયે અચાનક બ્રિજની રેલિંગ તૂટી પડતાં વાહન-વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. જેનું રિપેરિંગ કામ પૂર્ણ થતાં ફરીથી શરૂ કરી દેવામાં આવ્યો છે.
ભરૂચ સ્થિત જૂનો સરદાર બ્રિજ જેને વાહન વ્યવહાર માટે 20 એપ્રિલ 1977નાં રોજ તત્કાલિન મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ અને સાંસદ મણીબેન પટેલનાં હસ્તે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે નેશનલ હાઈવે ઉપર ભારદારી વાહનોને પસાર કરવા માટેનો એકમાત્ર વિકલ્પ હોવાથી અહીં ટ્રાફિકનું ભારણ રહેતું હતું.અહીં કાયમ માટે ટ્રાફિકની સમસ્યા માથાનો દુઃખાવો બની ગઈ હતી. બાદમાં ઘણા વર્ષોની મથામણ બાદ બે વર્ષ પૂર્વે કેબલ બ્રિજને ખુલ્લો મૂકાતાં હાઈવે ઉપર ટ્રાફિકનાં ભારણમાં ઘટાડો થયો છે. ગત મહિને સાંજનાં સમયે અચાનક બ્રિજની રેલિંગ તૂટી પડતાં ફરીથી તેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો.જેનું સમારકામ પૂર્ણ થતાં ફરીથી નાના વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
ભરૂચ નજીક નર્મદા નદી ઉપર ત્રણ જેટલા બ્રિજ આવ્યા છે.જેમાં સરદાર બ્રિજ તેમજ હાલ માંજ નિર્માણ પામેલા કેબલ બ્રિજ નો સમાવેશ થાય છે.પરંતુ વડોદરા થી સુરત તરફ જતા વાહન ચાલકો ને જુના સરદાર બ્રિજ ઉપર પડેલા ખાડાઓના કારણે અંડર મેઇન્ટેનન્સ રાખી તમામ વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો.જને આજે દેવ દિવાળીની સવારથી સમારકામ કરી પુન: નાના વાહનો માટે ખુલ્લો કરાતા વડોદરા થી સુરત તરફ જતા અને સુરત થી વડોદરા તરફ જતા નાના વાહન ચાલકો માટે રાહતરૂપ સાબિત થાય તેમ હાલમાં તો લાગી રહ્યું છે.
ધનંજય ઝવેરી:-9978406923
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






