ભુજ કચ્છ: પોલીસ મહાનિરીક્ષક ડી.બી.વાઘેલા સરહદી રેન્જ ભુજ નાઓના માર્ગદર્શન તેમજ પો.સબ.ઇન્સ જી એમ.હડીયાની સુચનાથી ગાંધીધામ વિસ્તારમાં પ્રોહી જુગારની કામગીરી કરવા એ.એસ.આઇ. મેઘજીભાઈ ખીરાભાઈ મહેશ્વરી,પો.કોન્સ જયદીપસિંહ સમુભા જાડેજા આર.આર.સેલ સરહદી રેંજ ભુજ વગેરેનાઓ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ જયદીપસિંહ જાડેજાને ખાનગી રાહે બાતમી મળેલ કે શકતીનગર ગ્રાઉન્ડના લીમડાના ઝાડ નીચે મગન ઉર્ફે જિન્ગો સુમારભાઈ મહેશ્વરી રહે. સુંદરપુરી મડદપીરની દરગાહ પાસે ગાંધીધામ વાળો જાહેરમાં વરલી મટકાના આંક ફરકનો રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડી છે જેથી દરોડો કરતા આરોપી પાસેથી વરલી મટકાના આંક બ્લ્યુ સહીથી લખેલ કાગળ નંગ – ૨,બોલપેન નંગ – ૧,,એક કાળા કલરનો સેમસંગે કંપનીનો મોબાઈલ કી.રૂ.૨૦૦૦,રોકડા કી.રૂ.૨૧૧૮૦ તથા યામહા કંપનીનુ આલ્ફા (સ્કુટર) જેના રજી.ન. જીજે-૧૨-ડીપી-૭૭૫૬ જેની કી.રૂ.૨૦૦૦૦ એમ કુલ કી.રૂ.૪૩૧૮૦ મળી આવેલ છે.
ગૌતમ બુચિયા
9714065405
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




