ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓએ ભરૂચ જીલ્લા ના અંક્લેશ્વર તાલુકા સીમ વિસ્તાર આવેલ માંડવા,કાસીયા તથા સુરવાડી,જુના દીવા,નવા દીવા તેમજ આસ-પાસ ના ગામોમાં ખેતી માટે આપવામા આવતી વીજ લાઇનના ટ્રાન્સફોર્મર તોડી તેમાંથી કોપર વાયર ની ચોરી ના ગુનાઓ અટકાવવા તેમજ અનડીટેકટ ગુનાઓ શોધી કાઢ
સારૂ અંક્લેશ્વર ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક એલ.એ.ઝાલા સાહેબની રાહબદી હેડ પો.સ.ઇ કે.એમ.ચૌધરી એસ.ઓ.જી ભરૂચ તથા બીજા પોલીસ માણસો સાથે એક સ્પેશિયલ સ્કોડની રચના કરવામા આવેલ જે સ્કોડ ના પો.સ.ઇ કે.એમ.ચૌધરી તથા પોલીસ માણસોએ ઉપરોકત ગુનાઓ શોધી કાઢવા બાબતે તપાસ શરૂ કરેલ જે તપાસ દરમ્યાન શકમંદ ઇસમો તેમજ આ પ્રકારની ચોરીમા અગાઉ પકડાયેલ ઇસમો બાબતે હકીકત મેળવી વોચ રાખવામા આવેલ એ
દરમ્યાન બાતમીદાર મારફતે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, અગાઉ વીજ ટ્રાન્સફોર્મર ચોરીના ગુનાઓમાં પકડાયેલ અરવિંદભાઇ દેવજીભાઇ વસાવા રહે- નૌગામા તા-અંક્લેશ્વર નો તે સાગરીતો સાથે હાલમા ચોરીઓ કરવામા સક્રીય છે અને તે તેના સાગરીતો સાથે ચોડી કરી કોપર વાયરો લઇ કોઇ જગ્યાએ વેચાણ કરવા પોતાની મોટર સાયકલો ઉપર નિકળેલ છે તેવી ગુપ્ત બાતમી હકીકત મળતા પો.સ ઇ કે એમ ચૌધરી તથા સ્કોડના માણસોએ અંક્લેર ગડખોલ પાટીયા પાસે વોચમા રહી આયોજન પુર્વક કુલ પાંચ ઇસમો જેમા (૧) અરવિંદભ દેવજીભાઇ વસાવા (૨) શામળભાઇ દેદ્રજીભાઇ વસાવા (3)દિનેશભાઇ અરવિંદભાઇ વસાવા,રાકેશભાઇ શંકરભાઇ વસાવા તમામ રહે- નૌગામા નિશાળ ફળીયુ તા-અંક્લેશ્વર તથા (૫) કમલેશ ઉર્ફે મુદ્નો જશુભાઇ વસાવા રહે-જુના હરીપુરા તા-અંક્લેશ્વર નાઓને રોકી લઇ તપાસ કરતા તેઓ ના કબજામાંથી અલગ-અલગ સાઇઝ ના નટ-બોલ્ટ ખોલવાના પાના-પક્કડ તેમજ મીણીયા કોથળાઓમા ભરેલ ટ્રાન્સફોર્મરમા વપરાતી કોપરની રીંગો તેમજ કોપર વાયરો મળી આવેલ જે મળી આવેલ મુદ્દામાલ બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષકારક હકીકત જણાવેલ નહી જેથી તમામની યુક્તિ પ્રયુક્તિ પુર્વક પુછપરછ કરતા અંક્લેશ્વર તાલુકાના માંડવા,કાસીયા છાપરા, બોરભાઠા સુરવાડી, જુના દીવા વિગેરે ગામોની સીમમાંથી રાત્રીના સમયે ખેતી ના ઉપયોગ માટે આપવામાં આવતી વીજ લાઇનના ટ્રાન્સફોર્મર તોડી તેમાંથી કોપર વાયરો ની ચોરી કરેલાની કબુલાત કરેલ જેઓની પુછપરછ કરતા હાલમા અંક્લેશ્વર શહેર પો.સ્ટે.મા નોંધાયેલ અંદાજે દસેક ગુનાઓનો ભેદ ઉકેલવામા સફળતા મળેલ છે. જે બાબતે વધુ તપાસ હાથ ધરવામા આવેલ છે
કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) કોપરની રીંગો તેમજ કોપર તાર ના ગુંચળા કુલ-૧૨૪ કી.ગ્રા કી.રૂ. ૩૭,૨૦૦/- (૨) રોકડા રૂ.૧૯૦૦/- તથા (3) મોબાઇલ ફોન નંગ-૩ કી.રૂ.૬૫૦૦/- (૪) મો.સા નંગ-૩ કી,રૂ.૨૯૦૦૦/- (૫)પક્કડ-પાના કી,રૂ.૫૦૦/- મળી કુલ કી.રૂ.૭૫,૧૦૦/- નો મુદ્દામાલ
આરોપી ની એમ.ઓ
રાત્રીના સમયે સીમમાં આવેલ ખેતી ના ઉપયોગ માટે આપવામા આવતી વીજ લાઇનના ટ્રાન્સફોર્મર તોડી તેમાંથી કોપર વાયરો ની ચોરી
આરોપી નો પુર્વ ઇતિહાસ-
પકડાયેલ આરોપીઓ પૈકી અરવિંદભાઇ દેવજીભાઇ વસાવા ગેંગ નો મુખ્ય સુત્રધાર છે જે અગાઉ અંક્લેશ્વર શહેર પો.સ્ટે. મા ટ્રાન્સફોર્મર ચોરીના ઘણા ગુનાઓ પકડાયેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





