અંકલેશ્વર સારંગપુર ગામની નજીક આવેલ પદ્માવતી નગર પાસેના રોશનીનગરમાં ફાયરિંગ થવાની ઘટના સામે આવતા પોલીસતંત્ર દોડતું થયું હતું.ગેરેજ ચાલક સમીમ ખાન પર ફાયરિંગ થયું હતું.

ઘટનાની મળતી વિગત અનુસાર
માંડવા આરામ હોટલ પાસે ગેરેજનું કામકાજ કરતા સમીમ ખાન તેમનું ગેરેજ બંધ કરી ઘરે આવતા હતા. દરમિયાન રોશની નગરમાં તેમના ઘરે પાસે શનિવાર ની રાતે પોતાની બાઇક ઊભી રાખતાની સાથે અચાનક કોઈ અજાણ્યા ઈસમ દ્વારા પાછળથી કોઈ અજાણ્યા ઈસમોએ તેમના પર ફાયરિંગ કરી દીધું હતું. ફાયરિંગનો અવાજ આવતા જ આસપાસના પાડોશીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં જોતા ઘટના સ્થળે સમીમ ખાન લોહીલુહાણ હાલતમાં તેમની બાઇક પાસે પડ્યા હતા. જેમને પાડોશીઓ દ્વારા તાત્કાલિક જ્યાબેન મોદી હોસ્પીટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલના તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાની જાણ અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસને કરાતાં પોલીસે ઘટના સ્થળે જઈ પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે ડોગ સ્કોડ અને એફ.એસ.એલ. ની પણ મદદ લઇ અને વધુ તપાસ હાથ ધરવા કવાયત હાથ ધરી છે.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






