દક્ષિણ આફ્રિકામાં બે ગુજરાતી યુવાનો પર લૂંટનાં બહાને હુમલો કરાયો

0
7

ભરૂચ,તા.૫
સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં ભરૂચના બે યુવાનો પર નિગ્રોએ લૂંટના મામલે હુમલો કર્યો હતો. જેમાં બંને યુવાન ગંભીર થયા હતા. ભરૂચના મનબુર અને વલણ ગામના બે યુવાન વર્ષો પહેલા કેપટાઉનમાં ધંધાર્થે સ્થાયી થયા હતા.
મળતી માહિતી પ્રમાણે ભરૂચના મનુબર ગામે શેઠાણી સ્ટ્રીટ ખાતે રહેતા મહંમદ હસુનુદ્દીન દાઉદ માજા ૮ વર્ષ પહેલા રોજગારી અર્થે સાઉથ આફ્રિકાના કેપટાઉન ખાતે ગયા હતા. તેમની પત્ની તેમજ સંતાન મનુબર ખાતે જ રહે છે. બપોરના સમયે તે કેપટાઉનમાં આવેલી તેમની દુકાનમાં હતા. તે સમયે તેમની સાથે વલણ ગામનો સુફિયાન પણ ત્યાં જ કામ કરતો હતો. તે સમયે એક નિગ્રોએ તેમની દુકાનમાં આવી લૂંટ ચલાવવાની કોશિશ કરી હતી.
તેઓ દુકાનમાંથી સામાન તેમજ રૂપિયાની લૂંટ ચલાવતી વખતે જમીન પર ફાયરિંગ કરતા ગોળી જમીનમાં અથડાઇ ઉછળીને મહંમદ હસુનુદ્દીન દાઉદ માજાના પગમાં વાગી હતી. જેથી તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ પડી ગયો હતા. જ્યારે હુમલાખોરોએ સુફિયાનને પણ માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી ત્યાંથી નાસી છુટ્યાં હતા. સુફિયાને માથાના ભાગે પાંચ ટાંકા આવ્યા હતા. ભરૂચ ખાતે રહેતા તેમના પરિવારજનોને ઘટનાની જાણ થતા તેઓ ગભરાઇ ગયા હતા. તેમની હાલતને લઇને તેઓ ચિંતાતુર બન્યાં હતા. જાકે બન્નેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં બન્ને યુવાનોની હાલત સુધારા પર હોવાનું માલુમ પડતાં તેઓએ હાશકારો અનુભવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY