ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અંગે આપેલ સુચના તથા એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સેપક્ટર જે.એન.ઝાલાનાઓના માર્ગદર્શન મુજબ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને હસ્તગત કરવા તથા મિંસીંગ ગુમ વ્યક્તિઓ શોધી કાઢવા અંગે અવાર નવાર ડ્રાઇવો રાખી ટીમ બનાવી ચક્રો ગતિમાન કરેલ જે પૈકી પો.સ.ઇ. એ.એસ.ચૌહાણ તથા પો.સ.ઇ.વાય.જી.ગઢવીની ટીમના અ.હે.કો ચન્દ્રકાંતભાઇની બાતમી આધારે અંકલેશ્વર રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં । ૨૪/૨૦૧૮ ઇ.પી.કો.કલમ ૩૬૩,૩૬૬ મુજબના કામે મિંસિંગ અપહ્યત બાળકીને તથા તેનુ અપહરણ કરનાર આરોપી જસવંતભાઇ દિનેશભાઇ માછી પટેલ રહે.નવા તરીયા તા.અંકલેશ્વર જી.ભરૂચનાઓને પકડી પાડેલ છે અને આગળની વધુ તપાસ તથા કાર્યવાહી માટે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ છે.ઉપરોકત કામગીરી ભરૂચ એલ.સી.બી. પો.સબ.ઇન્સ. એ.એસ.ચૌહાણ,વાય.જી.ગઢવી એ.એસ.આઇ.બાલુભાઇ કાળાભાઇ અ.હે.કો ચન્દ્રકાંન્તભાઇ શંકરભાઇ ઉપેન્દ્રભાઇ કેશરાભાઇ, અજયભાઇ રણછોડભાઇ,વર્ષાબેન રમણભાઇ તથા પો.કો તરૂણભાઇ રવજીભાઇસર્કરાજભાઇ મહેબુબભાઇનાઓ દ્વારા કરવામા આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




