ભરૂચમાં લગ્નની મોસમ પુરજોશમાં ચાલી રહી હોય તેનો લાભ ઉઠાવી ઘરફોડ ચોરીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.જેમાં લિંક રોડ પરની એક સોસાયટીમાં લગ્ન મહાલવા ગયેલ પરિવારના ઘરને નિશાન બનાવી તસ્કરોએ રસોડાના દરવાજેથી ઘરમાં ઘૂસી ઘરમાં રહેલ રોકડ તથા સોનાની ચોરી કરી પલાયન થયની પોલીસ ફરિયાદ મકાન માલિકે નોંધાવા કવાયત હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ શહેરના એ-ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ લિંક રોડ પાસેની શુભમ સોસાયટીમાં બંગલા નંબર એચ-૨૦ માં રહેતા દિનેશ અણખીવાલા કોઇ સ્નેહી ના લગ્ન પતાવી રાતે ૩ વાગે પોતાના ઘરે પરત આવ્યા હતા. દરમિયાન તેમણે તેમના રસોડાનો દરવજો તુટેલ હાલતમાં જોયો હતો.જ્યાં તપાસ કરતા ઘરનો સામાન વિખરાયોલો જોઈ તેમને ચોરી થયાનો અંદાજ આવ્યો હતો.દિનેશ અણખીવાલાના જણાવ્યાનુસાર તેઓ લગ્નમાંથી પરત ફર્યા ત્યારે તેમણે તેમના ઘરના રસોડાનો દરવાજો તુટેલ અને ઘરનો સામાન વિખરાયેલો જોયો હતો.જેથી ચોરી થયાનું માલુમ પડતા તેમણે ઘરમાં તપાસતા કોઇ ચોર ઇસમો દ્વારા તેમના ઘરમાં મુકેલા આશરે રોકડા રૂપિયા ૫૦,૦૦૦/-,ઘરમાં રહેલ ૧૦ગ્રામ જેટલું સોનું ચાંદીના દાગીના તેમજ અગત્યના દસ્તાવેજો અને પાસપોર્ટ મુકેલ થેલીની ચોરી થઈ હોવાનુ6 હાલ જણાય આવે છે.જે બાબતે અમોએ પોલીસ ફરીયાદ કરવા તજવીજ હાથધરી છે.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






