શ્રી સોમનાથ ખાતે દ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહ ૨૦૧૯ તા.૨૩,૨૪ અને ૨૫ આ મહિનામાં યોજાવાનો છે. જે ગતવર્ષે ઉજૈન ખાતે આવેલ મહાકાલેશ્વર જ્યોતિર્લીંગના સાનિધ્યમાં યોજાયો હતો. આજ રીતે આ વખતે શ્રી સોમનાથ મહાદેવ પ્રથમ જ્યોતિર્લિંગ ખાતે યોજાશે. ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લાઓ માં ૧૨ રથ જેમાં અલગ અલગ ૧૨ જ્યોતિર્લીંગના દર્શન કરાશે.
૧૯મીના રોજ જંબુસરથી ત્રમ્બકેશ્વર મહાદેવનો રથ ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરશે.ત્યારે વિશ્વહિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા માં એનું સંચાલન કરશે. દ્વિતીય દ્વાદશ જ્યોતિર્લીંગ સમારોહ નિમિતે ભવ્ય ઉત્સવમાં સૌવ ભક્તો જોડાય તેવા હેતુથી દરેક જિલ્લામાં રથયાત્રા ફરશે સાથે સમારોહમાં પધારવા આમંત્રણ પણ આપશે.
આ પ્રસંગે ડો.યશોધર ભટ્ટ સોમનાથ ટ્રસ્ટ સંકલન કર્તાએ માહિતી આપતા જણાવેલ કે ૧૨ જ્યોર્તિલિંગોની પવીત્ર માટી, દરેક નદીઓના નીરથી સોમનાથ ખાતે પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી પૂજન કરવામાં આવશે. રથયાત્રામાં સ્વાગત, આરતી, યજ્ઞ, સંત સંમેલન, ડાયરા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. રથયાત્રા જંબુસરથી પ્રવેશી, આમોદ, ત્રાલસા,ભરૂચ શહેરમાં શ્રવણ ચોકડી સ્વાગત ત્યાંથી શક્તિનાથ સર્કલથી વેજલપુર ફરી અંકલેશ્વર આવશે. આ સમારોહમાં કેશુ પટેલ,અમિત શાહ વગેરે મહાનુભાવો હાજર રહેનાર છે.
સોમનાથથી ભરૂચ ખાતે આવનાર રથયાત્રા અને દ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહ ૨૦૧૯ અંતર્ગત માહિતી આપતા સમયે ભરૂચ ખાતે સોમનાથ ટ્રસ્ટના ડો.યશોધર ભટ્ટ ,જીતુપુરી ગૌસ્વામી,સીડા સોલંકી,વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો વગેરે હાજર રહયા હતા.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





