ભરૂચના નાયબ માહિતી નિયામક બી.સી.વસાવાનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો.

0
26

ભરૂચ જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજ બજાવતા નાયબ માહિતી નિયામક બી.સી.વસાવા નો 31 જાન્યુઆરીના રોજ વયનિવૃત્ત થતાં તેમને માહિતી પરિવાર દ્વારા શાલ ઓઢાડી, શ્રીફળ આપીને, વિદાય આપવામાં આવી હતી.

બી.સી.વસાવા ભરૂચ ખાતે છેલ્લા દોઢ વર્ષથી નાયબ માહિતી નિયામક તરીકે સેવા બજાવતા હતા. માહિતી વિભાગની મીડિયા સંલગ્ન કામગીરી કરવાની હોય છે. તેમણે સારી રીતે ફરજ બજાવી છે.બી.સી.વસાવા તેમની સેવાકાળ દરમિયાનના અનુભવો વર્ણવી કચેરીના તમામ કર્મચારી ઓને તેમની ફરજ નિષ્ઠાથી બજાવવાની સાથે પોતાની કામગીરી સમયસર પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. ભરૂચ ખાતેની ફરજ દરમિયાન દરેક મીડીયાકર્મી ઓના સહકારની તેમણે સરાહના કરી હતી. જિલ્લા માહિતી કચેરી ખાતે યોજાયેલ નિવૃતિ વિદાય સમારોહ અવસરે સહાયક માહિતી નિયામક એન.વી.પટેલ, અધિક્ષક એસ.આર.પટેલ, સુપરવાઇઝર સી.ડી.સોની, ઓપરેટર વસંત સોજીત્રા સહિત માહિતી પરિવાર અને મીડિયા કર્મીઓ દ્વારા તેમનું નિવૃતમય જીવન સુખમય નીવડે તેવી શુભકામના પાઠવી હતી.

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY