ચોરીના વાહન સાથે આરોપીને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.પોલીસ

0
11

ભરૂચ પોલીસ રાજેન્દ્રસિંહ ચુડાસમા એ ભરૂચ જીલ્લામા વાહન ચોરીના ગુના દાખલ થયેલ હોય અને હાલમા પણ વાહન ચોરીના ગુના બનાવા પામેલ હોય જે વાહન ચોરીના ગુના અટકાવવા તથા ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ જે અનુસંધાને પોલીસ ઇન્સપેકટર પી.એન.પટેલ સાહેબના માર્ગદર્શન
મુજબ પોલીસ સબ ઇન્સપેકટર કે.એમ.ચૌધરી તથા પોલીસ સ્ટાફના માણસો સાથે ભરૂચ શહેર ‘એ’ ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીગમા હાજર હતા તે દરમ્યાન શ્રવણ ચોકડી પાસેથી મો.ઇકબાલ ઇદ્રીશભાઇ ઘાંચી મુ.રહે, કડી છીપવાડ મામલદાર કચેરી પાછળ,તા.કડી જી.મહેસાણાનાને સ્પેલડર પ્રો મો.સા.નં-૯૭-05-હ-9536ની કિ.રૂ ૨૦,૦૦૦/-તથા મો.ફોનની કિ.રૂ.૭,૦૦૦/- મળી કુલ ૨૭,૦૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી
પાડી સી.આર.પી.સી કલમ ૪૧(૧) ડી મુજબ અટકાયત કરવામા આવેલ છે અને તપાસ દરમ્યાન સદર વાહન સુરત ગ્રામ્ય ઓલપાડ પો.સ્ટે ગુ.ર.નંબર-। ૧૫૦/ર૦૧૮
IPC કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢવામા આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY