ભરૂચમાં 30માં માર્ગ સ્લામતી સપ્તાહનો પ્રારંભ કરાયો.

0
12

ભરૂચ જિલ્લા પોલીસ,સુરક્ષા સેતું સોસાયટી, બીટીઈટી તથા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના સંયુક્ત ઉપક્રમે નાગરિકો અને ખાસ કરીને યુવા ધનમાં માર્ગ સલામતી બાબતે જાગૃત્તિ કેળવવાના ઉદાત હેતુસર રાજય સરકારે ચાલુ વર્ષે ૪ થી૧૦ જાન્યુઆરી દરમિયાન ૩૦ મા “ રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવાનો નિર્ધાર કરેલ છે. જેની થીમ “ સડક સુરક્ષા જીવન રક્ષા ” છે. જિલ્લામાં ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ ખાતેથી માર્ગ સલામતી સપ્તાહ ઉજવણી નો શુભારંભ જિલ્લા કલેકટર રવિકુમાર અરોરા,એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા,ધારાસભ્ય દુષ્યંત પટેલ,પાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલાના હસ્તે કરાવ્યો હતો.
ત્યાર બાદ મહેમાનોએ વાહન ચાલકે અમુલ્ય જિંદગીને બચાવવા હેલમેટ અને સીટ બેલ્ટનો અવશ્ય ઉપયોગ કરવો જોઇએ જનજાગૃતિ અંગે હેલમેટ સાથેની બાઇક રેલીને લીલી ઝંડી આપી હતી.

રાજયના સતત થઇ રહેલ આધુનિક અને રાજયમાં સતત વધતી જતી વાહનોની સંખ્યાને ધ્યાને લેતાં રાજયમાં થતાં માર્ગ અકસ્માતોમાં વધારો નોંધાયો છે.વર્ષ-૨૦૧૮ માં જાન્યુઆરી, સપ્ટેમ્બર-૧૮ દરમિયાન રાજયમાં કુલ ૧૩૯૧૪ માર્ગ અકસ્માતો નોંધાયેલા હતા. જેમાં ૫૯૨૩ વ્યકિતઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. આ પ્રાણ ધાતક અકસ્માતોમાં યુવાનો વધુ ભોગ બન્યા છે. એટલે કે વય ૧,૨૨ થી ૩૫ વર્ષના યુવાનો તેનો સૈાથી વધુ ભોગ બને છે. રાજય સરકારે આ અકસ્માત દર અને મૃત્યુ દર વધવા બાબતે વર્ષ ૨૦૨૦ સુધીમાં ૫૦ ટકા ઘટાડો લાવવા લક્ષ્યાંક નકકી કરેલ છે. જે માટે રાજય સરકારના તમામ વિભાગો સધન પ્રયાસો હાથ ધરી રહેલ છે.

કલેક્‍ટર રવિકુમાર અરોરાએ ભરૂચ જિલ્લા ખાતે માર્ગ સલામતી સપ્‍તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે. વાહનચાલકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવા માટે આરટીઓ તથા પોલીસ વિભાગ તરફથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે જેને બિરદાવ્‍યું હતું. તેમણે ટ્રાફીકના નિયમોનું પાલન કરવા જનતાને અનુરોધ ર્ક્‍યો હતો. ભરૂચના ધારાસભ્‍ય દુષ્‍યંત પટેલે વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતાં ન હોવાથી અકસ્‍માતના બનાવો બનતા હોય છે. અકસ્‍માતોનું પ્રમાણ ઓછું કરવા માટે વાહનચાલકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે.તેમણે ભરૂચના માતરીયા તળાવ ખાતે તથા અન્‍ય સ્‍થળોએ ટ્રાફીક પાર્ક બને અને ટ્રાફીક નિયમનનું શિક્ષણ પ્રાપ્‍ત થાય તે માટે જરૂરી સુચનો કર્યા હતા.

જિલ્લા પોલીસ વડા રાજેન્‍દ્રસિંહ ચૂડાસમાએ ટ્રાફીક સપ્‍તાહની ઉજવણીમાં જાગૃતિ પ્રત્‍યે ભરૂચના તમામ નાગરિક સભાન બને અને ટ્રાફીક નિયમોનું પાલન કરે તો ટ્રાફીકની સમસ્‍યા હળવી બને. તેમણે ટુ વ્‍હીલર ચાલકો હંમેશા હેલમેટ પહેરે તેવો અનુરોધ ર્ક્‍યો હતો. ટ્રાફીક ભંગ કરનારને જે દંડ થાય તેનાથી તેમને જાગૃતિ આવે અને વારંવાર ભુલ ન થાય તેની કાળજી રાખે. તેમણે ઉમેર્યું હતું કે, ભરૂચ શહેરમાં ૫૦૦ જેટલાં સી.સી. ટી.વી. કેમેરા ધ્‍વારા ઓટોમેટીક વાહનચાલકોએ કરેલા ટ્રાફીક નિયમના ભંગ કેપ્‍ચરીંગ કેમેરામાં થશે. તેમણે માર્ગ સલામતી સપ્‍તાહની ઉજવણી પ્રસંગે ટ્રાફીક નિયમન અંગે વિસ્‍તૃત સમજ આપી હતી. કાર્યક્રમમાં ડી.વાય. એસ.પી,પી.આઈ, પી.એસ.આઇ સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ અને આરટીઓના માણસો હાજર રહ્યા હતા.

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY