ભરૂચ નગરપાલિકાના વિપક્ષના વોર્ડના વિકાસના કામોને જાણીબુઝી ને શાસક પક્ષ દ્વારા ડીલે કરતા હોવાના આક્ષેપો સાથે વિપક્ષ નેતા શમસાદઅલી સૈયદ તેમજ અન્ય ચુંટાયેલા કોંગ્રેસના કોર્પોરેટરો પાલિકા ખાતે પ્રમુખના કેબીનની બહાર જયાં સુધી તેમના વોર્ડના વિકાસના કામોના ટેન્ડર ઉપર સાઇન ના કરાય ત્યાં સુધી ધરણાં પર બેસી જતા પક્ષના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
વિપક્ષના નેતા શમસાદઅલી સૈયદે જણાવ્યું કે, ભરૂચ પાલિકા દ્વારા બોર્ડની મીટીંગ દરમિયાન પાલિકા સત્તાધારી પક્ષ દ્વારા વોર્ડ દિઠ વિકાસના કામોની ફાળવણી કરવામાં આવી હતી.જેમાં વોર્ડ દિઠ થયેલા કામોની વહેંચણીમાં શાસકપક્ષ દ્વારા તેમના કોર્પોરેટરોના વોર્ડના કામોમાં વહેલું ટેન્ડરીંગ કરીને વિપક્ષના કામોને મોડા કરવા જાણીબુઝીને આચારસંહિતા સુધી લંબાવવા ડીલે કરવામાં આવે છે. શાસક પક્ષ દ્વારા વિપક્ષના કોર્પોરેટરોના વોર્ડના કામો ઉપર સાઇન નથી કરાતી.પ્રજાના હિતના કામો માટે જયારે પ્રમુખને પુછવા કોલ કરવામાં આવે છે ત્યારે પ્રમુખ ફોન સુધ્ધા ઉઠાવતા નથી અન્ય અધિકારીઓને પુછતા તેઓ પણ તમારા ટેન્ડરો ઉપર સાઇન બાકી છે નું જણાવે છે. પાલિકા પ્રમુખે તેમના વોર્ડમાં સૌથી વધુ કામો ફાળવી તેના તત્કાલ ટેન્ડરીંગ કરી કામ શરૂ કરાવી દેવા સાથે ભાજપાના કોર્પોરેટરોના કામો પર પણ સાઇન કરી કામો શરૂ કરાવ્યા છે. એટલે શાસક પક્ષનું આ એક ષડયંત્ર છે કે, લોકસભા ચુંટણીની આચાર સંહિતા લાગુ ના પડે ત્યાં સુધી વિકાસના કામોની સાઇન નથી કરવી અને તે માટે વિપક્ષના તમામ ચુંટાયેલા કોર્પોરેટરો દ્વારા પાલિકા પ્રમુખના કેબીનની બહાર જ જ્યાં સુધી વિપક્ષના વોર્ડના મંજૂર કરાયેલા કામોના ટેન્ડરીંગ ઉપર સાઇન નહીં કરવામાં આવે ત્યાં સુધી ધરણા યથાવત રહેશેનું વિપક્ષા નેતા શમસાદઅલી સૈયેદે આક્ષેપો સાથે જણાવ્યું હતું.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




