ઘટનાની માહિતિ મુજબ ભરૂચના કુકરવાડા સ્થિત ચાઇલ્ડ હોમમાં રહી ભરૂચની એક વિદ્યાલયમાં અભ્યાસ કરતા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ હોમના ૧૪ પૈકી બે બાળકો ધોરણ ૩ માં અભ્યાસ કરતો અને ધોરણ ૭ માં અભ્યાસ કરતા બે બાળકો શાળાએ પહોંચ્યા બાદ ક્લાસરૂમમાં બેગ મૂકી ફરાર થઇ ગયા હતા. શાળા સંચાલકો દ્વારા મામલાની જાણ ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને કરવામાં આવતા સંસ્થા એ ટુકડીઓ બનાવી આસપાસના વિસ્તારો, રેલવે અને બસ, સ્ટેશનમાં બાળકોની શોધખોળ હાથ ધરી હતી.પરંતુ બાળકોનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આખરે લાપતા બાળકો ક્યાંય મળી ન આવતા બી ડીવિઝન પોલીસનો સંપર્ક કરાયો હતો. જેમાંથી એક બાળક મોડી સાંજના મળી આવ્યો હતો.જ્યારે બીજા અન્ય બાળકને શોધવાની તપાસ ચાલુ છે.
ઉલ્લેખનીયા છે કે, ભરૂચની સામાજિક સંસ્થાએ વાલીઓના ધ્યાનના અભાવ અને આર્થિક નિર્બળતા જેવા કારણોસર બાળકોને હાંસોટ અને ભોલાવ વિસ્તારમાંથી ઉત્થાન માટે જુવેનાઇલ હોમમાં ભરતી કર્યા હતા.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




