નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે મનુષ્ય અવતાર ધારણ કરનાર માનવીને નિરંજન નિરાકારે કોઈ ને કોઈ વિશેષતાની ભેટ આપી છે, અને જો આ ભેટનો ભેદ સમજી તેનો સદઉપયોગ કરે તો કુદરત તેને સાત જમીન અને સાત આસમાનની બુલંદીઓ પર ગોઠવણ કરી આપે છે,
મારુ સદભાગ્ય કે મારા જીવનકાળ દરમ્યાન આ પ્રથમ સૂફી સંદેશ પુસ્તક હશે કે જે મેં સ્વસ્થ મનની સાથે સંપૂર્ણ વાંચી પૂર્ણ કૅર્યું અને કુદરતે આપેલ જીવનને ધન્યતા આપી. હાલની અને આવનારી નવી પેઢી માટે મારા અનુભવ મુજબ ઉત્તમ ભેટ ઘણી શકાય.
મોટામિયા માંગરોલની ઐતિહાસિક ગાદીના વર્તમાન ગાદીપતિ પીર સૈયદ ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તી સાહેબ ના સુપુત્ર તથા અનૂગામી ડો.સૈયદ મતાઉદ્દીન ચિશ્તી – પીરઝાદા સાહેબે સોળ વર્ષની નાની અને કુમળી વયે લેખનની ગોડ ગિફ્ટ (કુદરતી બક્ષિસ) મળી અને સાથે સાથે પૂર્વજોનો આધ્યાત્મિક વારસાનો સમન્વય મળ્યો જેના સહારે પોતાની હસ્તકલાએ દિલની કલમથી લખવાનું શરૂ કર્યું અને જેનું નામ સૂફી સંદેશ પુસ્તક નામ આપ્યું.
વર્તમાન અને ભવિષ્યમાં આવનાર સદીઓ અને પેઢીઓ, આ સૂફી સંદેશ પુસ્તકમાં અત્યંત નાની વયે અભિવ્યક્ત થયેલો ભાવ, પાને પાને નિખાલસતા, સરળતા, સકારાત્મક અને રચનાત્મક વિચારોને વેગ અને પ્રેરણા આપી, આતંકવાદ, જાતિવાદ અને કોમવાદ જેવા દુષણને ડામી જીવન ઉપયોગી બોધ ને ગ્રહણ કરવા તથા જીવનમાં આવતા નકારાત્મક વિચારોને દિલોદિમાગમાંથી હાંકી કાઢવા સૌ માટે માધ્યમ સમાન છે.
હાલની વિષમ પરિસ્થિતિ જોતા મનુષ્ય જીવનમાં જીવી,માનવ જીવનના સંદર્ભમાં એક આધ્યાત્મિક ઓક્સિજન અને હોકાયંત્રની જેમ દશા અને દિશાનું કામ કરશે.
આ પુસ્તકના લેખકે નિરંજન નિરાકારે બતાવેલ ફાની દુનિયાની સજીવ અને નિર્જીવ વસ્તુઓનો ખુબ જ બારીકાઈથી અભ્યાસ કરી પુસ્તકમાં ભલા માનવી બનવા માટેનું બીડું ઝડપવા પર જે ભાર મુક્યો છે તે હંમેશ માટે દિવ્ય પ્રકાશિત બની રહેશે.
પુસ્તકમાં દર્શાવેલ ગદ્ય વિભાગમાં અનેક સાદા અને સરળ દ્રષ્ટાંતો દ્રારા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યનું મહત્વ સમજાવી, વાસ્તવિકતા અને સત્યતાનું આબેહૂબ વર્ણન કર્યું છે, સાથે સાથે બીજા વિભાગ પદ્યમાં કાવ્યાત્મક શૈલીમાં સ્નેહની સૈર કરાવી છે.
સૂફીસંદેશ પુસ્તકના વાંચન થકી એક અનુભવ એવો થયો કે મારી નાની ઉંમરથી લઈ મોટી ઉંમર સુધીમાં સહજ સમજ માટે અવકાશ જ ન આપી શકાયો.
પુસ્તકના વાંચન થકી લખાણમાં કોઈ વધારાની કે સૂફીયાની સલાહનો બોજ જોવા મળતો નથી, બલ્કે હાલના આધુનિક જીવાતા જીવન માંથી જાત અનુભવેલી સચ્ચાઈની સમજૂતી દેખાઈ આવે છે, આમ તો મેં મોટામિયા માંગરોલની ગાદીના પીરો સાથે રહી સારો એવો આધ્યાત્મિક સમય પસાર કર્યો છે અને સાથે સાથે કહું તો આ ગાદીના પાયાના શિરોમણી સંત પુરૂષોનું જીવનચરિત્ર અને જાત અનુભવ એવો રહ્યો છે કે એમના મુલાયમ અને મક્કમ વ્યક્તિત્વએ કોઈપણ જાતિ કે ધર્મના ભેદભાવ વિના ભાવથી પ્રેમ આપી હંમેશને માટે પોતાના વિચારોનું દરેક સમાજ માટે વાવેતર જ કર્યું છે.
આજના આ ઈન્ટરનેટ અને ટેકનોલોજીના યુગમાં જે અજાણ્યા સ્થળ કે સરનામાં પર જવા માટે જે જીપીએસ મેપ(નકશા)નો ઉપયોગ કરીએ છીએ તેમ સૂફી સંદેશ પુસ્તક બાળકોથી લઈ વૃધ્ધો માટે આધ્યાત્મિકતાનો આગવો નકશો અને માર્ગ બતાવવાનું કામ કરશે.
જો હું ખોટો સાબિત ન થાઉં તો ડો. મતાઉદ્દીન ચિશ્તી એ જે ડો.પદવી હાસિલ કરી છે તે માત્ર આજના નહીં પણ આવનારા સમયમાં અપાતા શિક્ષણથી અલાયદી રીત અપનાવી ધાર્યા મુજબ મનગમતા આંતરસૂઝથી નિત્ય નવીન શીખવા અને સમજવા માટે નિમિત્ત બની રહેશે.
આનંદની વાત એ કે ટુંક સમયમાં આ પુસ્તકની બીજી આવૃિત પ્રકાશિત થશે જે આપણા સૈાને પ્રેરણા પુરી પાડે એ જ આશા…
છેલ્લે મને ચર્ચિલ નું વાંચેલું વાક્ય યાદ આવે છે કે We make a living by what we get. We make a life by what we give,
સલીમ એ.પટેલ સેગવાવાળા
9924682039
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






