સેન્સેક્સ ૩૮૨ અંક વધ્યો, નિફ્ટીએ ૧૧૧૦૦ની સપાટી વટાવી

0
5

મુંબઇ,તા.૧૧
ચૂંટણીની તારીખોની જાહેરાત પછી શેરબજારમાં આજે ઉછાળો જાવા મળી રહ્યો છે. શેરબજારે આ સપ્તાહની શરૂઆત તેજીની સાથે કરી છે. સેન્સેક્સ ૩૮૨.૬૭ પોઇન્ટના વધારા સાથે ૩૭,૦૫૪.૧૦ પર બંધ થયુ છે.
જ્યારે નિફ્ટી ૧૩૨.૬૫ પોઇન્ટના ઉછાળા સાથે ૧૧,૧૬૮.૦૫ પર બંધ રહ્યો છે. વેપાર દરમિયાન સેન્સેક્સ ૪૧૬ પોઇન્ટ વધી ૩૭૦૮૭.૪૩ પર પહોંચ્યો. છ મહિના બાદ સેન્સેક્સ ૩૭૦૦૦ના સ્તર પર પહોંચવામાં સફળ રહ્યું છે. નિફ્ટીમાં ૧૩૫ પોઇન્ટની તેજી નોંધાઇ છે. જે ૧૧,૧૭૦.૭૫ સુધી વધ્યો છે.
બજારમાં આજે અદભૂત તેજી જોવા મળી છે. સેન્સેક્સ ૧ મહિનાની ઊંચાઈ પર બંધ થયું છે. તો બેન્ક નિફ્ટી લગભગ ૬ મહિનાની ઊંચાઈએ બંધ થઈ ગયું છે. સેન્સક્સ ૩૮૨ અંકની વૃદ્ધિ સાથે ૩૭૦૦૦ની પાર બંધ થયું છે, તે જ સમયે નિફ્ટીમાં પણ તીવ્ર વધારો થયો હતો.
૧૨૫ અંકથી વધુના ઉછાળા સાથે નિફ્ટી આજે ૧૧૨૦૦ ની નજીક પહોંચી બંધ થયું છે. મિડકેપમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે અને તે ૩૭૧ અંકના વધારા સાથે બંધ રહ્યો છે. પીએસયુ બેન્કોમાં ઉત્સાહી ખરીદીના જારે બેન્ક નિફ્ટી પણ ૨૮૦૦૦ ની નજીક બંધ થયું છે. આજેના વ્યવસાયમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, બીપીસીએલ, એચપીસીએલની તેજીએ માર્કેટમાં જોશ ભરી દિધો છે.
એનએસઈ પર ભારતી એરટેલ, એચપીસીએલ, બીપીસીએલ સહિતના શેરોમાં તેજી જાવા મળી હતી. જયારે એનટીપીસી, ટેક મહિન્દ્રા, ઝી એન્ટરટેન્ટમેન્ટ, એચસીએલ ટેક, ટીસીએસના શેરમાં ઘટાડો જાવા મળ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY