ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ યુડાસમા તરફ્થી ભરૂચ જીલ્લામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી શોધી કાઢવા મળેલ સુચના અન્વયે ભરૂચ એલ.સી.બીના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ એલ.સી.બીના
પો.સ.ઇ પી.એસ.બરંડા તથા પો.સ.ઇ વાય.જી.ગઢવી તેમજ ટીમના પોલીસ માણસો અંક્લેશ્વર શહેર પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલિંગમાં હતા દરમ્યાન બાતમી મુજબ નાસતો-ફરતો આરોપી પ્રદીપ ઉર્ફે ટીનો જગદીશભાઇ વસાવા રહે-હનુમાન ફળીયુ આંબોલીગામ તા-અંકલેશ્વર જી-ભરૂચનો ભરૂચી નાકા રીક્ષા સ્ટેન્ડ પાસે આવનાર છે જે મળેલ હકીકત આધારે વોચમા રહી પ્રદીપને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી અંક્લેશ્વર શહેર પો.સ્ટે. મા સોંપવામાં આવેલ છે અને આગળ ની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





