રાજપીપળા : નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટ 2019 છોટુભાઈ પુરાણી કોલેજ ખાતે યોજાઈ હતી જેનું સમગ્ર આયોજન જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું ફાઇનલ મેચ તિલકવાડા તાલુકા સંઘ અને ગરુડેશ્વર તાલુકા સંઘ વચ્ચે યોજાઈ જેમાં ગરુડેશ્વરની ટીમ વિજેતા બનતા ચેમ્પિયન ટ્રોફી અને ટ્રેકસૂટ આપવામાં આવ્યા જયારે રનર્સઅપ ટીમને પણ ટ્રૉફી અને ટીશર્ટ આપવામાં આવી હતી.
શૈક્ષણિક સત્ર હવે પૂર્ણતાને આરે છે.અને વાર્ષિક પરીક્ષા શરૂ થશે ત્યારે શિક્ષકો દ્વારા એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ મેચ ડેડીયાપાડા અને સાગબારા વચ્ચે રમાઈ જેમાં સાગબારાની ટીમ વિજેતા થઇ, બીજી મેચ નર્મદા જિલ્લા સંઘ અને તિલકવાડા વચ્ચે રમાઈ જેમાં તિલકવાડાની ટીમ જીતી, ત્રીજી મેચ ગરુડેશ્વર અને ડેડીયાપાડા વચ્ચે રમાઈ જેમાં ગરુડેશ્વરની ટીમ જીત્યા બાદ ફાઇનલ મેચ તિલકવાડા ગરુડેશ્વર વચ્ચે થતા ગરુડેશ્વરની ટિમ ચેમ્પિયન બનતા જિલ્લા પ્રાથમિક સંઘના પ્રમુખ હરેન્દ્રસિંહ રાઉલજીએ અને તેમની ટીમના હસ્તે વિજેતાને ટ્રોફી આપવામાં આવી હતી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





