લોકસભા ચૂંટણી પેહલા ભરૂચ લોકસભા બેઠકના સંભવિત ઉમેદવાર મનસુખ વસાવા વિરુદ્ધ રજુઆતથી હડકંપ  

0
299

ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને એમના પરિવાર વિરુદ્ધ વકીલે જમીન મુદે નર્મદા જિલ્લા કલેકટરને રજુઆત કરી

સાંસદ મનસુખ વસાવાએ આ ફરિયાદને પાયાવિહોણી ગણાવી : ફરિયાદમાં કોઈ તથ્ય નથી.

રાજપીપળા : ભરૂચના સાંસદ મનસુખ વસાવા,એમના ધર્મપત્ની સરસ્વતીબેન વસાવા અને જમાઈ વિક્રાંત સીતારામ વસાવા વિરુદ્ધ રાજપીપળા કોર્ટના વકીલ અનંત.બી.તડવીએ નર્મદા જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજુઆત કરી છે.પોતાની રજુઆતમાં એમણે ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને એમના પરિવાર પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. એમના આક્ષેપો એવા છે કે પોતાની પત્ની અમીતાબેનના નામે ખરીદેલી ગરૂડેશ્વરના નવા વાઘપુરા મુકામે સર્વે નંબર 209 થી નોંધાયેલી ખેતીની જમીનની બાજુમાં જ અડીને મનસુખ વસાવા અને એમના પરિવારની જમીન આવેલી છે. અમારી જમીનમાં જબરજસ્તી દબાણ કરી કબજો કરવા જમીન પડાવી લેવા તેઓ અવારનવાર નવા નવા પેતરા કરે છે.આ મામલે મેં સરસ્વતીબેન મનસુખભાઈ વસાવા અને બીજા ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને પોલીસે એમની સામે અટકાયતી પગલા પણ લીધા હતા.સરસ્વતીબેન મારી જમીનના મૂળ માલિકને લઈને આવી ફેન્સીગનું કામ કરતા મજૂરોને અટકાવી જમીનના મૂળ માલિક પાસે મારી વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકમાં અરજી પણ કરાવેલી હતી.

મને અજાણ્યા લોકોએ એવી ધમકી આપી હતી કે આ જમીન જો તમે મનસુખ વસાવાને નહિ આપો તો અમે તમને પતાવી દઈશું.હાલ અમારા ખેતરમાં મારા મિત્ર પરેશ વિરેન્દ્ર પટેલ કામ કરાવે છે  એમને પણ મનસુખ વસાવાના જમાઈ વિક્રાંત વસાવાએ ફોન પર ધમકી આપી હતી.મનસુખ વસાવાની આશ્રમ શાળાના છોકરાઓએ મારા ખેતરમાં કામ કરતા મજૂરોને ગાળો ભાંડી ભગાડી દીધા હતા.આ તમામ ઘટનામાં મનસુખ વસાવાનો હાથ છે,અમારા ખેતરમાં મુકેલી તમામ વસ્તુઓને અને મિલકતને કોઈ પણ નુક્શાન થશે તો એની સમગ્ર જવાબદારી મનસુખ વસાવાની રહેશે.

જોકે મનસુખ વસાવા વિરુદ્ધ થયેલી આ લેખિત રજુઆતમાં કેટલું તથ્ય છે એ તો પોલીસ તપાસ કરે ત્યારે જ બહાર આવશે.પણ લોકસભા ચૂંટણી પેહલા ભરૂચ લોકસભા બેઠક ભાજપના સંભવિત ઉમેદવાર મનસુખ વસાવા વિરુદ્ધ આ રજુઆતે રાજકીય  ખળભળાટ જરૂર મચાવ્યો છે.તો બીજી બાજુ આ રજુઆત રાજકિય કાવાદાવાનો માત્ર એક ભાગ હોવાનું પણ મનાઈ રહ્યું છે. જોકે આ ફરિયાદ સત્યથી વેગળી છે અને તેમાં કોઈ તથ્ય નથી કહી આ ફરિયાદને સાંસદ મનસુખભાઇ ખોટી ગણાવી રહ્યા છે. ત્યારે તપાસ બાદ શું સત્ય હકીકત છે એ બહાર આવશે .

મનસુખભાઇએ ટેલિફોનિક વાતમાં જણાવ્યું કે ત્યાં એક ગરીબ આદિવાસીની જમીન પડાવી લેવા એક જમીનના દલાલ સાથે મળી આ લોકો ષડયંત્ર કરતા હતા તેથી મારે એક આગેવાન તરીકે મધ્યસ્થી બનવું પડ્યું માટે મને બદનામ કરવા આ ખોટી રજુઆત કરી છે બાકી આ વાતમાં કોઈ સત્યતા નથી 

ચીફ રિપોર્ટર, નર્મદા,ભરત શાહ,મોં.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY