ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે જીલ્લામાં હોળી-ધુળેટી તહેવાર નિમીતે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી પ્રોહી-જુગારના ગુનાઓ શોધી કાઢવા આપેલ માર્ગદર્શન તથા ઇન્ચાર્જ પો.ઇન્સ જે.એન.ઝાલા નાઓની સુચના આધારે પો.સ.ઇ. એ.એસ.ચૌહાણ તથા વાય.જી.ગઢવી એલ.સી.બી ભરૂચ નાઓની ટીમ ભરુચ શહેર વિસ્તારમા પેટ્રોલિંગમા હતા દરમ્યાન સાથેના હે.કો. જયેન્્દ્રભાઇ ને તેમના બાતમીદારથી ખાનગીરાહે બાતમી મળેલ કે એક મેટાલીક કલરની સ્કોડા ફોરવ્હીલ ગાડી નં.જીજે 22 એ 2731 ની ભારતીય બનવાટનો વિદેશી દારૂ ભરીને અંકેલશ્વર થઇ ગોલ્ડન બ્રીજ થઇ ભરૂચ તરફ જનાર છે જે બાતમી આધારે ગોલ્ડન બ્રીજ ના ઉત્તર છેડે વોચમાં રહી બાતમી વાળી સ્કોડા ગાડી ને તેના ચાલક સાથે ભરતીય બનાવટના વિદેશી દારુ સાથે ઝડપી પાડેલ છે
પકડાયેલ આરોપી-સફીક ઇસ્માઇલભાઇ મલેક રહે, મકાન નં.-૫૮ આરઝુ બંગ્લોઝ તાઇફ નગર રોડ પાસે તાંદલજા વડોદરા પકડાયેલ મુદ્દામાલ- ભારતીય બનાવટના વિદેશી દારુની બોટલો તથા ટીન નંગ-૭૮૦ ની કિં.રૂ.૧,૮૭,૨૦૦/- તથા રોકડ રૂ.૨૫૮૦/- તથા મોબાઇલ નંગ-૨ કિં.રૂ. ૧૦,૫૦૦/- તથા એક સ્કોડા ગાડી કિં.રૂ. ૩,૦૦,૦૦૦/- એમ કુલ મુદ્દામાલ ની કિં.રૂ.૫,૦૦,૨૮૦/-
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





