મતદાન મથકની અંદર અને તેની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં પ્રતિબંધિત કૃત્યો કરવા પર પ્રતિબંધ

0
36

વડોદરા તા. ૧૬ માર્ચ, ૨૦૧૯ (શનિવાર) ભારતના ચૂંટણીપંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯નો કાર્યક્રમ જાહેર થયો છે.

તે મુજબ વડોદરા જિલ્લામાં મતદાનની તા.૨૩/૦૪/૨૦૧૯ તેમજ મત ગણતરી તા.૨૩/૦૫/૨૦૧૯ના રોજ નકકી કરવામાં આવી છે.
તદઅનુસાર, વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટ શાલિની અગ્રવાલએ પ્રતિબંધાત્મક હૂકમો ફરમાવેલ છે.
મતદાન મથકની અંદર તેમજ તેની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં પ્રતિબંધિત કૃત્યોની યાદી જાહેર કરી છે. જેમાં
કોઇપણ વ્યક્તિને તેનો મત આપવા સમજાવી, મત ન આપવા સમજાવી, કોઇપણ રીતે વ્યક્તિના મતદાનને અસર
પાડવાની કોશીશ કરવી, મત માટે પ્રચાર કરવો, કોઇ મતદારને મત આપવા આગ્રહપૂર્વક વિનંતી કરવી, અમૂક
ઉમેદવારોને મત ન આપવા કોઇને સમજાવવા, ચૂંટણીને લગતી સરકારી નોટિસ સિવાયની કોઇ નોટિસ કે નિશાની
પ્રદર્શિત કરવી, સેલ્યુલર ફોન, હેન્ડસેટ, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ જેવા ઉપકરણો લઈ જવા ઇત્યાદીનો સમાવેશ થાય
છે.
આ ઉપરાંત મતદાન મથકની હદમાં સબંધિત મતદાર, ઉમેદવાર કે તેના અધિકૃત ચૂંટણી એજન્ટ, અધિકૃત
પોલીંગ એજન્ટ, ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મચારીઓ અને અધિકારીઓ તથા પંચ દ્વારા અધિકૃત કરવામાં આવેલી
વ્યક્તિઓ સિવાયની કોઇ વ્યક્તિ પ્રવેશી નહીં શકે.
આ હુકમનો ઉલ્લંધન કરનાર કાયદાકીય સજા તથા દંડને પાત્ર થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY