ઉમેદવારો અને રાજકીય પક્ષોએ ઇલેકટ્રોનિક મીડિયામાં વિજ્ઞાપનો પ્રસારિત કરે તે પહેલા MCMC ની પૂર્વ મંજુરી અવશ્ય મેળવવાની રહેશે

0
16

ઉમેદવારો અને રાજકીય પક્ષો દ્વારા વર્તમાનપત્રોમાં અપાતી “પેઇડ ન્યુઝ” પર ચૂંટણી પંચની ચાંપતી નજર

વડોદરા તા. ૧૬ માર્ચ, ૨૦૧૯ (શનિવાર)      લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ દરમિયાન ચૂંટણી લડતા ઉમેદવારો તેમજ રાજકીય પક્ષોના પ્રચાર-પ્રસારની તમામ ગતિવિધિઓ ઉપર ચૂંટણી પંચ ઝીંણવટપૂર્વક નજર રાખી નિરીક્ષણ કરશે. આ માટે ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન અનુસાર રાજયના પ્રત્યેક જિલ્લામાં માધ્યમ પ્રમાણિકરણ અને દેખરેખ નિયંત્રણ સમિતિ MCMC ની રચના કરવામાં આવી છે. ઉમેદવારો દ્વારા આપવામાં આવતી પેઇડ ન્યુઝની બાબતો પર MCMC બાજ નજર રાખી તેનું નિરીક્ષણ કરશે અને તેને નિયંત્રણ કરવાની કામગીરી કરશે. ઉપરાંત ઇલેકટ્રોનીક મીડિયામાં વિજ્ઞાપનો પ્રસારીત કરતા પહેલા MCMC ની પૂર્વ મંજુરી અવશ્ય મેળવવાની રહેશે.

વડોદરામાં જિલ્લા કક્ષાએ માધ્યમ પ્રમાણિકરણ અને દેખરેખ સમિતિ MCMC ની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરમતી શાલિની અગ્રવાલના અધ્યક્ષપદે રચના કરવામાં આવી છે. જેમાં સભ્ય સચિવ તરીકે સંયુક્ત માહિતી નિયામક, વડોદરાની નિમણૂક કરવામાં આવી છે. આ કમિટિ ઉમેદવારો દ્વારા આપવામાં આવતી પેઇડ ન્યુઝની બાબતો પર બાજ નજર રાખી તેનું નિરીક્ષણ કરી યોગ્ય કાર્યવાહી કરશે.

આ સમિતિએ બે પ્રકારની મુખ્ય કામગીરી કરવાની રહે છે. જેમાં વિજ્ઞાપનોનું પ્રમાણિકરણ તથા પેઇડ ન્યુઝ સબંધી તમામ ફરીયાદોની ચકાસણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સમિતિ લોકપ્રતિનિત્વ અધિનિયમ હેઠળ માધ્યમો સબંધી વિનિમયોનો અમલ કરાવવામાં પણ સહાયભૂત બનશે. પ્રિન્ટ મીડિયા, ઇલેકટ્રોનિક મીડીયા, કેબલ નેટવર્ક, ઇન્ટરનેટ મોબાઇલ વગેરે તમામ માધ્યમો ઉપર MCMC  ચાંપતી નજર રાખશે. રાજય સ્તરે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીના અધ્યક્ષસ્થાને છ સભ્યોની બનેલી MCMC સમિતિ ઉમેદવારો તેમજ રાજકીય પક્ષોના પ્રચાર-પ્રસારની તમામ ગતિવિધિઓ ઉપર બારીકાઇ ભરી નજર રાખશે.

વડોદરા ખાતે પ્રાદેશિક માહિતી કચેરી, માહિતી ભવન, રાવપુરા, વડોદરાના બીજા માળે MCMC નિયંત્રણ કક્ષ ચાલુ કરવામાં આવ્યો છે જેની મુદ્દિત માધ્યમો, ઇલેક્ટ્રોનીક્સ મિડીયા, વિજ્ઞાપન સંસ્થાઓ સહિત તમામ સંબંધિતોને નોંધ લેવા જણાવાયુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY