અંકલેશ્વર ડીવીઝન માંથી ચોરાયેલ મો.સા.ચોરીના બે આરોપીઓને મ.પ્ર.ખાતેથી ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

0
10

ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જીલ્લામાં બનતા વાહનચોરી સંબધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા માટે આપેલ સુચના તથા એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ જે.એન.ઝાલાના માર્ગદર્શન મુજબ અત્રેની એલ.સી.બી ભરૂચની ટીમના મયુરભાઇને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળેલ કે આજથી પાંચ છ દિવસ અગાઉ અંકલેશ્વર શહેર માંથી ચોરાયેલ મો.સા. બલ્યુ કલરની નંબર પ્લેટ વગરની મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના ચાંદપુરમાં ફરે છે જે મુજબની બાતમી આધારે પો.સ.ઇ.એ.એસ.ચોહાણ તથા ટીમને ચાંદપુર (અલીરાજપુર ) મ.પ્ર.ખાતે જઇ પેટ્રોલિંગ કરી બે નંબર વગરના મોટર સાઇકલ સાથે બે આરોપીઓને ઝડપી પાડી અત્રે ભરૂચ લઇ આવી ઉંડાણપુર્વક પુછપરછ કરતા પકડાયેલ આરોપીઓ પાસેથી મળી આવેલ મો.સા ઓની પોકેટકોપ મોબાઇલ તથા મો.સા.માં ઝીણવટભરી રીતે તપાસ કરી ખાત્રી કરતા (૧) બલ્યુ કલરની FZ મો.સા. નંબર જીજે 16 બીક્યુ 4716 તથા (૨) જીજે 16 બીએ 7340 જણાઇ આવેલ અને બંને આરોપીઓએ FZ મો.સા.ની અંકલેશ્વર શહેર મહાવીર ટર્નિંગ
પાસેની સોસાયટીમાંથી તથા હોન્ડા સાઇન મો.સા. ની અંકલેશ્વર જીઆઇડીસી માંથી ચોરી કરેલાની કબુલાત કરતા બંને આરોપીઓને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. તથા આ કામે વધુ મો.સા. ચોરી નો ભેદ ઉકેલી શકાય તેમ છે.જે બાબતે તપાસ ચાલુ છે.

પકડાયેલ આરોપીઓ
(૧) નાધી ચીમલીયા ભીલાલ ઉ.વ.૧૯ તથા (૨) ભુદરીયા તિરફન ભીલાલ ઉ.વ.ર૧ બંને રહે. ચાંદપુર મોરી ફળીયુ
જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ)

કબ્જે કરેલ મુદામાલ

(૧) FZ મો.સા. નંબર જીજે 16 બિક્યુ 4716 કિં રૂ ૩૦,૦૦૦/-

(૨) સાઇન મો.સા.નં જીજે 16 બીએ 7340 કિં રૂ ૨૦,૦૦૦/- શોધી કાઢેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY