અંક્લેશ્વર શહેર તથા જી.આઇ.ડી.સી. પો.સ્ટે.મા વાહનચોરી ના પાંચ ગુનાનો નાસતા-ફરતા આરોપીને ચોરીની મો.સા. સાથે ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

0
350

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ યુડાસમાં નાઓ તરફથી જીલ્લા મા બનતા મિલકત સંબંધી તથા વાહન ચોરી ના ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સુચના મળેલ જે અનુસંધાને એલ.સી.બીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ના પો.સ.ઇ વાય.જી.ગઢવી તેમજ પો.સ.ઇ એ.એસ.ચૌહાણ તથા ટીમના પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા દરમ્યાન હે.કો. ચંદ્રકાંતભાઇ ને બાતમી હકીકત મળેલ કે, અંક્લેશ્વર શહેર પો.સ્ટે તથા અંક્લેશ્વર જી.આઇ.ડી.સી પો.સ્ટે. ના વાહન ચોરી ના ગુનાઓમા નાસતો-ફરતો આરોપી કીશનભાઇ માનસીંગ વસાવા રહે- ફડકોઇ તા-વાલીયા નો એક નંબર વગર ની સ્પ્લેન્ડર મો.સા લઇ ને.હા. નં- ૪૮ ઉપર આંટા-ફેરા મારી રહેલ છે જે બાતમી આધારે બાકરોલ ઓવરબ્રીજ પાસે વોચ મા રહી આરોપી કીશનભાઇ માનસીંગભાઇ વસાવા રહે-ફડકોઇ ખાડીયા ફળીયુ તા-વાલીયા નાને નંબર પ્લેટ વિનાની સ્પ્લેન્ડર મો.સા સાથે ઝડપી પાડી તેના કબ્જા માંની મો.સા બાબતે ખાત્રી કરતા અંક્લેશ્વર તાલુકાના પારડી ગામે થી ચોરી કરી મેળવેલ
હોવાની કબુલાત કરેલ જેથી કાયદેસર કાર્યવાહી કરી મો.સા કબ્જે કરી વધુ તપાસ કરતા કબ્જે કરવામા આવેલ મો.સા. ની ચોરી બાબતે અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે. ગુ.ર.નૅ-1૩૪/૨૦૧૯ ઇ.પી.કો.ક-૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ હોય જે ગુનો અનડીટેકટ હોય ડીટેકટ કરવામા આવેલ છે અને પકડાયેલ આરોપીને આગળની કાર્યવાહી સારૂ અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે. મા સોંપવામાં આવેલ છે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY