ટ્રાફિક પોલીસે રાહદારીઓ માટે કરી પીવાના પાણીની વ્યવસ્થા
સામાન્ય રીતે પોલીસની ઈમેજ સામાન્ય લોકોમાં સારી હોતી નથી અને પોલીસ તંત્ર અંગે લોકો ધ્રુણા ધરાવતા હોય છે જોકે પોલીસ પ્રજાની મિત્ર છે એ ઉક્તિ સાર્થક કરતા અનેક કિસ્સા જોવા મળતા હોય છે તેવો જ એક કિસ્સો મોરબીના વીસીફાટક પાસે જોવા મળ્યો છે જ્યાં ટ્રાફિક પોલીસના જવાનોએ રાહદારીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી છે
મોરબીનો વીસીફાટક ટ્રાફિક પોઈન્ટ સતત ધમધમતો રહે છે અને ૨૪ કલાક ટ્રાફિકગ્રસ્ત વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસના જવાનો પોતાની ફરજ ઉપરાંત સામાજિક જવાબદારી પણ નિભાવી રહ્યા છે ટ્રાફિક પોલીસના જવાન જીલુભાઈ ગોગરાના માર્ગદર્શન હેઠળ અહી બે પાણીના માટલા મુકવામાં આવ્યા છે જેથી રાહદારીઓને ધોમધખતા તાપમાં પીવાનું પાણી મળી રહે. વીસી ફાટક નજીક સરકારી શાળા આવેલી હોય જે શાળાના માસૂમ વિદ્યાર્થીઓને ટ્રાફિક જવાનો સેફટીથી રોડ ક્રોસ કરાવતા હોવાનું પણ અગાઉ લોકોએ જોયું છે તો હવે ગરમીથી બચવા પાણીની વ્યવસ્થા કરીને ટ્રાફિક પોલીસે લોકોના મન જીતી લીધા છે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





