હદ થઈ ગઈ….નર્મદામાં દારૂ જુગાર બાદ હવે ગાંજા જેવા માદક પદાર્થ પણ પકડાતા આશ્ચર્ય ….ક્યાં કેટલો માદક પદાર્થ પકડાયો જાણો …

0
44

રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા ખાતે એસઓજી પોલીસે એક દુકાન માંથી માદક પદાર્થ સાથે દુકાનદારની ધરપકડ કરતા અનેક રહસ્યો બહાર આવે તેવી શક્યતાઓ

સાગબારા નિશાળ ફળિયામાં પાટ ગામ તરફ જવાના રોફ ઉપર રહેતા ભુપેન્દ્રસિંહ ઉર્ફે પપુ સમેરસિંહ વસાવાએ બિન અધિકુત રીતે વગર પાસ પરમીટે પોતાની દુકાન (ગલ્લો) માંથી એક પ્લાસ્ટીકની થેલીમાં સમાચાર પત્રનાં કાગળનાં ટુકડામાં ગાંજાની પડીકી નંગ-૭ તથા બીજી એક પ્લાસ્ટીક્ની થેલીમાં સમાચાર પત્રનાં ટુકડામાં અફીણનાં પોષ ડોડાની પડીકીઓ નંગ-૬ તેમજ પોતાના કબજાનાં રહેણાંક મકાનમાં બે પ્લાસ્ટીકની થેલીઓમાં રાખેલ માંદક પદાર્થ ગાંજાનો જથ્થો તથા પડીકીમાં રાખેલ ગાંજો મળી કૂલ-જથ્થો ૨ કીલો ૫૬૭ ગ્રામ કૂલ કી.રૂા.૧૫,૪૦૨/-તથા બે પ્લાસ્ટીકની પારદર્શક થેલીઓમાં માંદક પદાર્થ અફીણનાં પોષ ડોડા તથા પડીકીમાં રાખેલ અફીણનાં પોષ ડોડા મળી કૂલ જથ્થો ૦.૯૮૦ ગ્રામ કી.રૂા.૨૯૪૦/-તથા વેચાણ ની રોકડ રકમ રૂ.૫૫૦/-તથા મોબાઈલ નંગ-૧ કી.રૂા.૫૦૦/-સાથે મળી કૂલ કિ.રૂા.૧૯,૩૯૨/-ના મુદ્દામાલ સાથે મળી આવી પકડાઈ જઈ ઉપરોકત મળી આવેલ ગાંજાનો જથ્થો આરોપી બલ્લુભાઇ સુનિલભાઇ રહે.સોરાપાડા,અક્કલકુવા નાઓ પાસેથી લાવેલ હોય તથા ઉપરોકત પોષ ડોડાનો જથ્થો આરોપી રમેશ શેઠ (મારવાડી) રહે.હનુમાન મદિંરની ગલી અક્કલકુવા (મહારાષ્ટ્ર) નાઓ પાસેથી લાવી ગુનો કરવામા એક બીજાની મદદગારી કરી ગુનો કરતા એસઓજી પીએસઆઇ ડી બી કુમાવત એ ફરિયાદ આપતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ માટે સાગબારા પોલીસમાં ગુનો દાખલ કરતા તપાસ સાગબારા પીએસઆઇ જી કે વસાવા કરી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY