મેટ્રો લિંક બસ માં ટિકિટ લેતા મુસાફરો અને અન્ય પાસ ધારકો ને મુસાફરી માટે છુટ,ફક્ત વિદ્યાર્થી પાસ પરજ પાબંદી કેમ…?

ગ્રામ્ય વિસ્તારો માંથી રાજપીીપળા ની શાળા કોલેજો માં અભ્યાસ કરવા આવતા જતા રોજિંદા હજારો વિદ્યાર્થીઓ માટે દર કલાકે ઉપડતી આ બસ માં વિિદ્યાર્થી પાસ માન્ય કરાય એવી માંગ
રાજપીપળા: નર્મદા જિલ્લા ના વડા રાજપીપળા એસ ટી ડેપો માંંથી આખા જિલ્લા્લા માં રોજિંદા લઘભગ 55 રૂટ પર બસો દોડે છે પરંતુ આ ડેપો ની મોટાભાગ ની બસો ખખડધજ હોવાની વારંવાર બૂમો છે અને ઘણી બસો એના જરૂરી કિલોમીટર કરતા ડબલ ફરી ને વૃદ્ધાવસ્થા માં પોહચી ચુકી છે ત્યારે હાલ રાજપીપળા ડેપો ને રાજપીપળા થી વડોદરા માટે મેટ્રો લિંક નામની ચાર મીની બસો ફાળવાઈ છે જે દર કલાકે વડોદરા માટે જાય છે અને આવે પણ છે ત્યારે ઘણા વર્ષો બાદ એસ ટી વિભાગ દ્વારા આ સારી સેવા શરૂ કરવામાં આવી છે પરંતુ એમાં ફક્ત ટિકિટ ખરીદ કરી બેસતા મુસાફરો તેમજ પાસ ધરાવતા વેપારીઓ થીજ મુસાફરી કરી શકાય છે અને શાળા કોલેજો માં ભણતા બાળકો ના પાસ આ બસ માં માન્ય ન હોવાથી વિદ્યાર્થીઓ માં ભારે રોષ જોવા મળ્યો છે ત્યારે ઘણા વિદ્યાર્થીઓ નું કેહવું છે કે જો અન્ય વેપારી કે નોકરિયાત માટે કઢાયેલા પાસ ને માન્યતા અપાય હોય તો વિદ્યાર્થીઓ માટે ના પાસ કેમ આ બસ માં ચલાવતા નથી વિદ્યાર્થીઓ મુસાફરી માટે પાસ કઢાવે છે એ ગુજરાત એસ ટી વિભાગ દ્વારાજ કાઢવામાં આવેલા પાસ છે તો વિદ્યાર્થીઓ કેમ પાસ નો ઉપયોગ આ મેટ્રો લિંક બસ માં કરી શકતા નથી…?વિદ્યાર્થીઓ દેશ નું આવનારું ભવિષ્ય છે ત્યારે એમના માટે પાબંદી કેમ…? માટે તમામ બસો માં વિદ્યાર્થીઓ માટે પાસ ના ઉપયોગ ની સવલત આપવા માંગ ઉઠી છે.
આ મીની બસ છે એમાં બેઠક વ્યવસ્થા ઓછી હોવાથી આ સુવિધા આપી નથી : ડેપો મેનેજર
રાજપીપળા એસ ટી ડેપો ના મેનેજર કે એ ડેરરયા એ જણાવ્યું કે મેટ્રો લિંક બસો નાની બસો છે એમાં મુસાફરો માટે ની બેઠક વ્યવસ્થા ઓછી છે ત્યારે ફક્ત ઉપડાઉન કરતા મુસાફરો અને નોકરિયાત માટે ના પાસ વાળા ને હાલ છુટ અપાઈ છે પરંતુ ચાર મેટ્રો લિંક નવી મુકવા છતાં રોજિંદા નિયમિત જતા રૂટો પર ની કોઈ બસો બંધ નથી કરાઈ માટે વિદ્યાર્થીઓ જુના રૂટો ની બસોમાં જઈ શકે છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મોં.નં..9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




