હાંસોટ પો.સ્‍ટે.ના મારા-મારી ના ગુનામા નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

0
16

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય ગાંધીનગર નાઓ દ્રારા રાખવામા આવેલ કોમ્બીંગ નાઇટ દરમ્યાન અસરકારક કામગીરી કરવા મળેલ સુચના આધારે ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી ના પો.સ.ઇ વાય.જી.ગઢવી તેમજ ટીમના પોલીસ માણસો અંક્લેશ્વર વિસ્તારમા પેટ્રોલિંગમાં હતા દરમ્યાન હે.કો. અજયભાઇ રણછોડભાઇને બાતમી હકીકત મળેલ કે, હાંસોટ પો.સ્‍ટે.ના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી મેલજીભાઇ ઉર્ફે મેલાભાઇ ખોડાભાઇ વસાવા રહે,સાહોલ,દરગાહ ફળીયુ,હાંસોટનો અંક્લેશ્વર તાલુકાના નવા દિવા ગામે આવનાર છે જે મળેલ હકીકત આધારે વોચમા રહી નાસતા-ફરતા આરોપી મેલજીભાઇ ઉર્ફે મેલાભાઇ ખોડાભાઇ વસાવા રંહે-સાહોલ,દરગાહ ફળીયુ તા-હાંસોટ જી-ભરૂચ નાને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી અંક્લેશ્વર શહેર પો.સ્ટે.મા સોંપવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી સારૂ હાંસોટ પો.સ્ટે.મા જાણ કરવામા આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY