ભુજ એલસીબીએ નખત્રાણાના ભડલી ગામેથી થયેલ એરંડાની ચોરીનો ભેદ ઉકેલ્યો:એક આરોપી ઝડપાયો

0
280

ભુજ કચ્છ: ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.ઔસુરાની સુચનાથી એલ.સી.બી. સ્ટાફના માણસો ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

પેટ્રોલીંગ દરમ્યાન ફરતા-ફરતા ભુજ-મીરઝાપર હાઇવે રોડ પર આવતા ખાનગી રાહે અત્યંત ભરોસાલાયક બાતમી મળેલ કે, આજથી બે માસ અગાઉ નખત્રાણા તાલુકાના ભડલી ગામમાં આવેલ ગોડાઉનમાંથી થયેલ એરંડા ચોરીનો આરોપી હાલે ભુજ-મીરઝાપર રોડ પર આવેલ ભોલેનાથ પેટ્રોલપંપ પાસે ઉભો છે. જેથી મળેલ સચોટ અને ભરોસા લાયક બાતમી હકીકત આધારે બાતમી હકીકત વાળી જગ્યાએ આવતા સદરહું બાતમી હકીકત વાળો ઇસમ હાજર મળી આવતા મજકુર ઇસમની પુછપરછ કરતા પોતે પોતાનું નામ સજુભા ઉર્ફે પિન્ટુ ગાભુભા જાડેજા (હોથી), ઉ.વ.ર૭, રહે.ભડલી, તા.નખત્રાણા વાળો હોવાનું જણાવેલ અને મજકુર ઇસમની યુકિત પ્રયુકિતથી પુછ-પરછ કરતા તેણે જણાવેલ કે, આજથી આશરે બે માસ અગાઉ હું તથા મારી સાથે (૧) મહિપતસિંહ પઢીયાર, રહે.દેશલપર (વાંઢાય), (ર) રણજીતસિંહ ગાભુભા જાડેજા, રહે.ભડલી, તા.નખત્રાણા, (૩) રધુભા, રહે.ભુજ એમ અમો ચારેય જણાએ મહિપતસિંહ પઢીયારની અલ્ટો કાર તેમજ રધુભાના છકડામાં રાત્રીના ભાગે આશરે એકાદ વાગ્યાના અરસામાં ભડલી ગામે આવેલ ગોડાઉનમાંથી અંદાજે વીસેક બોરી એરંડાની ચોરી કરેલાનુ કબુલાત કરતો હોય જે અંગે ખરાઇ કરતા નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે ફ.ગુ.ર.નં.૧૩/૨૦૧૯, ઇ.પી.કો. કલમ-૪૫૭,૩૮૦ મુજબનો ગુન્હા રજીસ્ટર થયેલ હોય જેથી મજકુર ઇસમની સી.આર.પી.સી. કલમ-૪૧(૧)(આઇ) મુજબ અટક કરી આગળની તપાસ અર્થે નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

ગૌતમ બુચિયા
રિપોર્ટર કચ્છ
૯૭૧૪૦૬૫૪૦૫

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY