નર્મદામાં વીજ કંપનીની કડકાઈ કર્મચારીઓ માટે ખતરારૂપ…ઈજનેર પર જીવલેણ હુમલો 

0
4524

ગરુડેશ્વરમાં બાકી લાઈટ બિલના નાણાં નહીં ભરનારનું વીજ જોડાણ કાપનાર વીજ કંપનીના ઈજનેર પર જીવલેણ હુમલો 

લાઈટ બિલના બાકી રૂપિયા નહિ ભરનારે ધારિયું મારતા વીજ કંપનીના ઈજનેરને ગંભીર ઇજા બાદ સારવાર હેઠળ 

રાજપીપળા : નર્મદા જિલ્લામાં હાલ માર્ચ એન્ડિંગ ના કારણે નગરપાલિકા અને વીજ કંપનીની કડક ઉઘરાણી શરુ થઈ ે જેમાં વેરો કે લાઈટ બિલ નહિ ભરતા ગ્રાહકો ના પાણીના કે વીજળીના ફકનેકશન કટ કરવા ની કડક કાર્યવાહી થઈ રહી હોય પરંતુ કેટલાક માથાભારે વ્યક્તિઓ ક્યારેક વસુલાત માટે નીકળેલા કર્મચારીઓ પર હુમલો કરે તેવી ઘટના પણ બનતી હોય આવા કર્મચારીઓ માટે આ કામગીરી ખતરારૂપ હોય એવોજ એક કિસ્સો ગતરોજ ગરુડેશ્વરના ભૂમાલિયા ગામમાં બન્યો હતો

વીજ કંપનીની ટિમ ભુમલીયા ગામે જેસિંગભાઇ રણછોડભાઇ તડ્વીના ઘરે લાઇટ બીલ ના બાકી પડતા નાણા હોઇ તેની ઉઘરાણીએ ગયેલ અને રૂપીયા ૮૦૧૮.૭૭/- ભરવા જણાવતા તેણે ભરવાની ના પાડતા તેના ઘરનુ વીજ કનેક્શન કાપતા આ ભાઈ અકળાઈ ઉઠ્યા બાદ ઘરમાથી ધારીયુ કાઢી સરકારી કામમા અવરોધ ઉભો કરી વીજ કંપનીના જુનિ.ઈજનેર ગૌતમ પ્રસાદને મારી નાખવાના ઇરાદે માથામા ધારીયુ મારતા તેમણે હાથ માથા ઉપર કરતા હાથનો અંગુઠો તથા આંગળીમા ધારીયુ વાગી જતા બન્ને આંગળી ફાડી નાખેલ તથા પહેરેલ શર્ટ પણ ધારીયુ વાગતા કપાઇ ગયો હતો ત્યારબાદ બાકીદારે એમ પણ ચીમકી આપી કે હવે નાણાની ઉઘરાણી કરવા આવશો તો જાન થી મારી નાખીશ આ ઇજાગ્રત જુનિ.ઇજનેરને તાત્કાલિક ગરુડેશ્વર આરોગ્ય કેન્દ્ર માં સારવાર માટે દાખલ કર્યા હતા આ બાબતે કેવડિયા પોલીસે ગૌતમ પ્રસાદની ફરિયાદ લઈ હુમલો કરનાર જેસીંગ તડવી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .તપાસ કેવડિયા પીએસઆઇ એ.આર.ડામોર કરે છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY