અંક્લેશ્વર તાલુકાના નવાબોરભાઠા ગામ માંથી જુગારધામ ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

0
14

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી આગામી લોકસભા ચુંટણી અનુસંધાને ચુસ્ત આચારસંહીતા નો અમલ કરાવવા સારૂ જીલ્લામા દારૂ તેમજ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સખ્ત સુચના મળેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ના પો.સ.ઇ વાય.જી.ગઢવી તેમજ ટીમ ના પોલીસ માણસો અંક્લેશ્વર વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન હે.કો. અજયભાઇ રણછોડભાઇ ને બાતમી મળેલ કે અંક્લેશ્વર તાલુકા ના નવાબોરભાઠા ગામે ટેકરા ફળીયામાં ગે.કા રીતે સદ્દા બેટીંગ નો જુગાર ચાલી રહેલ છે જે મળેલ બાતમી આધારે રેડ કરતા સદ્દા બેટીંગ નો જુગાર રમાડતા (૧) અલ્લારખીબેન ઇસ્માઇલ છીતુભાઇ ગોહીલ રહે- નવાબોરભાઠા ટેકરા ફળીયા તા-અંક્લેશ્વર નાઓ તથા (૨) શબાનાબેન સુલતાન મકબુલ શેખ રહે- નવા બોરભાઠા,કેલાશ ટેકરી તા-અંક્લેશ્વર જી-ભરૂચ તથા (૩) ઇમરાન હનીફભાઇ પટેલ રહે-સીતપોણ મ.નં-૩૫૬,આકુબત સ્ટ્રીટ તા.જી.-ભરૂચ નાઓ રોકડા રૂપીયા ૧૧,૭૭૦/-તથા જુગારના સાધનો તથા મોબાઇલ ફોન નંગ-૦૩ કી.રૂ.-૩૫૦૦/-ના મળી કુલ રૂપીયા ૧૪,૭૭૦/-ના મુદ્દામાલ સાથે જાહેરમાંથી પકડાઇ ગયેલ તથા (૪) હસુમતીબેન ૪/૦ જગદીશભાઇ ઇશ્વરભાઇ વસાવા રહે- નવાબોરભાઠા સ્કુલ ફળીયુ તા-અંક્લેશ્વર નાઓ નાસી જતા તેઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત તમામ વિરૂધ્ધ જુગાર ધારા મુજબ અંક્લેશ્વર શહેર પો.સ્ટે. મા કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY