રૂપિયા પડાવી પુણાના વિદ્યાર્થી સાથે ઠગાઈ
સુરત, તા.૦૧
મલેશિયાના વર્ક પરમિટ વિઝાને બદલે ટુરિસ્ટ વિઝા આપી ઠગાઈ કર્યાનો બનાવ પુણા પોલીસï મથકે નોîધાયો હતો.
પુણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પુણા ત્રિકમનગરમાં રહેતા વિદ્યાર્થી હર્ષદ દાનાભાઈ આહિરને આરોપી અરવિંદ કાછડિયા (રહે. સર્જન સોસાયટી, વેલંજો)એ મળેશિયાના વર્ક વિઝા અપાવવાને બહાને રૂપિયા ૨,૨૦,૦૦૦ના ખર્ચની વાત કરી હતી.ફરિયાદીએ રૂપિયા એકલાખ આપ્યા હતા. ત્યારબાદ આરોપીએ વર્ક પરમિટ વિઝાનેï બદલેï ટુરિસટ વિઝા અપાવી વિશ્વાસïઘાત-છેતરપીંડી કરી હતી.
પુણા પોલીસે વિદ્યાર્થી હર્ષદ દાનાભાઈ આહિરની ફરિયાદ નોધી પો.સ.ઈ. પી.જે. ચાવડાએ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




