ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ યુડાસમા નાઓ તરફથી આગામી લોકસભા ચુંટણી અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા સારૂ અટકાતી પગલા લેવા તેમજ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા મળેલ સુચના આધારે ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલાનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ના પો.સ.ઇ પી.એસ.બરંડા તથા પો.સ.ઇ વાય.જી.ગઢવી તેમજ ટીમના પોલીસ માણસો અંક્લેશ્વર વિસ્તારમા પેટ્રોલિંગમાં હતા દરમ્યાન પો.કો.તરૂણભાઇ ને બાતમી હકીકત મળેલ કે, વડોદરા જીલ્લાના ડભોઇ પો.સ્ટે. ગુ.ર.નં- । ૩૨/૨૦૧૯ ઇ.પી.કો.ક-૩૨૩,૩૨૪,૩૨૫,૧૧૪ તથા 6.?.4૮૧-૧૩૫ મુજબ તથા (૨) ડભોઇ પો.સ્ટે. ગુ.ર.નં-॥ ૧૬૯/૨૦૧૯ પ્રોહી.એ.ક-૬૫,ઇ,૬૭,સી,૮૧ મુજબના ગુનાઓના કામનો નાસતો ફરતો આરોપી રમેશભાઇ ઉર્ફે બકો ભાણા રાઠોડરહે ,કાયાવરોહણ, નવીનગરી તા-ડભોઇ જી-વડોદરા નો ઝઘડીયા તાલુકાના મોરતલાવ ગામે આવેલ તેની સાસરીમા આવનાર જે મળેલ હકીકત આધારે પોલીસ ટીમના માણસોએ બાતમી આધારે વોચમા રહી નાસતા-ફરતા આરોપી રમેશભાઇ ઉર્ફે બકો ભાણાભાઇ રાઠોડ રહે- કાયાવરોહણ, નવીનગરી તા-ડભોઇ જી-વડોદરાનાને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી ઝઘડીયા પો.સ્ટે. મા સોંપવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી સારૂ ડભોઇ પો.સટે.મા જાણ કરવામા આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




