નાંદોદના સિસોદરા ગામે નર્મદા નદીના પટ્ટ માં લિઝની પરવાનગી આપી બ્લોક પાડવા ગયેલા સર્વેયરને જોઈ ગ્રામજનો વિફર્યા.

0
443

નદીના ભાઠાને અડીને આવેલ ગામને આ લીઝથી મોટું નુકસાન થતું હોવાની રજૂઆત છતાં ખાણ ખનીજ વિભાગને આ લીઝ આપવામાં બહુ રસ લાગે છે ….?!

રાજપીપળા : લોકસભાની ચૂંટણી ને ગણતરી દિવસો બાકી છે ત્યારે નાંદોદ તાલુકાના સિસોદરા ગામના લોકો ગ્રામપંચાયતે ભેગા થઇ ગ્રામપંચાયતના બોર્ડ પર  લખી દીધું કે ચૂંટણીનો બહિષ્કાર જેમાં મામલો એવો બન્યો કે  સિસોદાર ગામે નર્મદા નદીના પટ્ટ માં લિઝ આપવાથી ગામને મોટું નુકસાન થાય તેમ છે છતાં જિલ્લા કલેક્ટરે અને ખાણ ખનીજ વિભાગે પરવાનગી આપી દીધી, ગામનો વિરોધ, ગ્રામપંચાયતમાં જે વિરોધનો ઠરાવ છતાં ખાણ ખનીજ વિભાગના સર્વેયર  સિસોદરા ગામે બ્લોક પાડવા જતા ગ્રામજનો વિફર્યા. અને ધક્કે ચડાવતા પોલીસે પણ તાત્કાલિક દોડીને આવવું પડ્યું, સરકારી બાબુઓ પોતાના અંગત સ્વાર્થ ખાતર આખા ગામને દાવ પર લગાવી દે એ કેમ ચાલે તેથી જો તાત્કાલિક લીઝ રદ નહિ કરી તો આગામી  23 મી એ આખું ગામ મતદાન નહિ કરે આમ 4000 ની વસ્તી ધરાવતું  નાંદોદ તાલુકાનું આ મોટું ગામ જો મતદાન નહિ કરે તો જેની ચૂંટણી પંચ  પણ નોંધ લેશે. જેથી તંત્ર માં દોડધામ મચી છે.

સિસોદરા ગામે રેતીની  લિઝ શરૂ કરવા સામે ગ્રામજનો નો ઉગ્ર વિરોધ,માપણી કરવા આવેલા ખાણખનીજ વિભાગના કર્મચારીનો ગ્રામપંચાયતમાં જ ઘેરાવો કરાયો હતો સિસોદરા ગામ નર્મદા નદીનાં કિનારે આવેલ છે અને આ નદી કાંઠે ગામ આવેલું હોય ચોમાસા દરમ્યાન નદીનાં પાણી ગામમાં ઘુસી આવે છે. વર્ષ 2017માં ગ્રામ સભામાં સર્વાનુમતે ઠરાવ કરીને ગામમાં રેતીની લીઝ નહિ આપવા ઠરાવ કરાયેલો છે જેથી રેતીના ખોદકામ બાદ પૂરના પાણી ગામમાં ઘુસી ન આવે. આજથી 3 મહીના પહેલા જ ગ્રામજનોએ એક સુરે કલેક્ટર નર્મદા તથા ગાંધીનગર ખાણખનીજ વિભાગને રજુઆત કરી હતી ત્યારે આજે બપોરે અચાનક ખાણખનીજ વિભાગના સર્વેયર લીઝ માટેના બ્લોકની માપણી માટે આવી પહોંચતા જ સિસોદરાના ગ્રામજનોને માહિતી મળતા જ ગ્રામજનો એકઠા થયા હતા અને જ્યારે સર્વેયર ગ્રામપંચાયત કચેરી ખાતે આવતા જ તેમનો ઘેરાવો કરીને ભારે હોબાળો મચાવ્યો હતો. ગ્રામજનોના દાવા મુજબ અગાઉ ગ્રામસભામાં લીઝ નહિ આપવાનો ઠરાવ થયો હોવા છતાં પણ ભૂસ્તરશાસ્ત્રીએ ઠરાવની ઉપરવટ જઈને આ ગામમા લીઝ ખોલવા માંગે છે. જોકે,આમલેથા પોલીસ સિસોદરા ગામમાં પહોંચી હતી અને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. ગામની મહિલાઓએ પણ ખાણખનીજ વિભાગની ગાડી રોકી હાય હાય ના નારા બોલાવ્યા હતા.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY