નબીપુર પો.સ્ટે.ની છેલ્લા ચાર વર્ષથી ગુમ અપહ્યત કીશોરીને તથા તેનુ અપહરણ કરનાર આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

0
223

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જીલ્લામાં બાળકોને શોધી કાઢવા આપેલ સુચના આધારે એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સેપેક્ટર જે.એન.ઝાલાના જીલ્લા અગાઉના વર્ષોમાં ગુમ થયેલ બાળકો/કીશોરીઓ તથા તેઓનુ અપહરણ કરનાર આરોપી ઓને હસ્તગત કરવા માર્ગદર્શન આપી એલ.સી.બી. શાખામાં અલગ અલગ ટીમની રચના કરવામાં આવેલ જે અન્વયે પો.સ.ઇ વાય.જી. ગઢવી તથા પો.સ.ઇ પી.એસ.બરંડાની ટીમના અ.હે.કો કનકસિંહ તથા પો.કો. અરૂણાબેનને તેઓના ખાનગી અને વિશ્વાસુ બાતમીદારથી સંયુક્ત રીતે બાતસી મળેલ કે નબીપુર પો.સ્ટે. ગુ.ર.નં. । ૪૫/૨૦૧૫ 12૮ કલમ ૩૬૩, ૩૬૬ પોક્સો એક્ટ ૪, પ મુજબના કામે ભોગબનનાર કિશોરી તથા આરોપી કાઠીયાવાડ થી મજુરી કરી પોતાના ગામ સિંધ્ધોત ખાતે આવેલ છે જે બાતમી આધારે અપહ્યત કિશોરીને તથા અપહરણ કરનાર આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી માટે ભરૂચ સર્કલ પોલીસ ઇન્સ. ની કચેરી ખાતે સોપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી:-બળદેવભાઇ સુકાભાઇ વસાવા રહે. સિંધ્ધોત,નવી નગરી તા.જી.ભરૂચ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY