વાતાવરણમાં બદલાવ કે અન્ય કોઈ અસરથી બાળકોને તકલીફ થઈ હોવાનો સંચાલકોનો દાવો કેટલો સાચો…?
રાજપીપળા : નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલ એક માત્ર તરણકુંડ કે જે રાજપીપળાની છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ના પરિસર માં આવેલ છે. જેનું સંચાલન ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે હાલ વેકવશન પિરિયડ અને ઉનાળાની ગરમીથી બચવા પણ લોકો મોટી સંખ્યામાં તરણકુંડ ખાતે તરવાનું શીખવા કે તરવા આવે છે. અને સામા્ય ફી લઈને આ સંસ્થા સેવા કરે છે.પરંતુ વર્ષોથી ચાલતા આ તરંણકુંડ માં આજે એક ઘટના બનવા પામી જેમાં આજે બપોરે તરંણકુંડમાં નાહતા 14 જેટલા બાળકો ને અચાનક તકલીફ થઇ અને શ્વાસ લેમાં તકલીફ પડી ત્યારે તમામ બાળકોને નજીકની વિજય પ્રસુતિ ગૃહ અને આત્મીય હોસ્પિટલ માં સારવાર માટે લઈ જવામાં આવ્યા. જોકે નોર્મલ તકલીફ થઇ હોય થોડી વાર સારવાર આપી બાળકો સ્વસ્થ થયા હતા . ત્યારે પ્રાથમિક તારણમાં એમ જાણવા મળ્યુ છે કે ક્લોરીનેશકનની માત્રા માં થોડું પ્રમાણ વધુ થયું હોય તો આમ થઈ શકે જે ખતરા રૂપ નથી પણ કાળજી જરૂરી છે.
સારવાર આપી રહેલા.ઈ.એન.ટી .ર્ડો.દિપક પટેલે જણાવ્યું કે આ કોઈ ગંભીર બાબત નથી પરંતુ નાક , મોઢામાં ક્લોરીન ગેસ ભરાતા બાળકોને થોડી તકલીફ થઈ પ્રાથમિક સારવાર આપી તમામ ને રજા આપી છે .
આ બાબતે મુખ્ય કોચ પ્રો.ડો.ઇન્દ્રવદન જડી એ જણાવ્યું હતું કે હાલ જે ઘટના બની સાવ નોર્મલ છે કેમકે ત્યાર પછી બે બેચ ચાલુ હતી જેમાં કેટલાય બાળકો નાહ્યા પણ એવી અસર થઈ નથી અને તરંણકુંડ ચાલુજ છે.કદાચ નાહ્યા બાદ મૌસમ ની અસર પણ થઈ શકે પણ મેં જાતે તપાસ કરી કોઈ તકલીફ નથી બધા બાળકો સ્વસ્થ છે. તેમના વાલીઓ પણ જાણે છે કે આ તરણકુંડ એક દમ સેફ છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




