બેંગ્લુરુ,તા.૩૧
વોટ્સએપ પર નકલી ફોરવર્ડ વાયરલ થયા પછી તેનો અંત આવવાનું નામ જ નથી લેતું. પહેલાં ભગવાન ગણેશ અને હવે શિરડીના સાઈબાબાને લઈને નકલી ફોરવર્ડ ટ્રેન્ડમાં છે. એને લીધે ચિક્કબલ્લપુર, બેંગલુરુ ગ્રામીણ અને બેંગલુરુની બહારના વિસ્તારોમાં રહેનારા લોકો તેના ઝાંસામાં આવી ગયા હતા. ઉલ્લેખનિય છે કે તાજેતરના સમયમાં નકલી વોટ્સએપ ફોરવર્ડના ચાલતા દેશના અલગ અલગ હિસ્સામાં આશરે ૨૦ લોકોએ જીવ ગુમાવ્યા છે.
હવે રિપોર્ટ અનુસાર કેટલાંક ગ્રામજનોએ રવિવારે વોટ્સએપ પર સાંઈબાબાની તસ્વીર મળી જે ચાંદની ઉપર ફોટોશોપ દ્વારા તૈયાર કરવામાં આવી હતી.આ ફોટો ઝડપથી જંગલમાં આગની માફક ફેલાઈ ગયો અને લોકો પોતપોતાના ઘરેથી આ દુર્લભ નજારો જોવા નિકળી પડ્યા. તો કેટલાંક લોકો દૂરબીન લઈને પણ ચાલી નિકળ્યા.
વાત આટલેથી જ ન અટકી. કેટલાંક લોકો આ વાત ફેલાવવી શરૂ કરી દીધી કે કેવળ આશીર્વાદ પ્રાપ્ત લોકો જ ચાંદ પર સાંઈબાબાના દર્શન કરી શકે છે અને જેમને દર્શન ન મળે તે શ્રાપિત થઈ જશે. ઉલ્લેખનિય છે કે આ મેસેજ હવે દરેક જગ્યાએ વાયરલ થઈ ગયો અને અનેક લોકો તેનો એક મીમ તરીકે ઉપયોગ કરીને પોતાનો જ ચહેરો ચાંદ પર ચિપકાવી ફોટોશોપની મજા લઈ રહ્યાં હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



