ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા ની સુચના અને માર્ગદર્શન આધારે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની ઝુબેશ અન્વયે એસ. ઓ. જી.ભરૂચના પોલીસ ઇન્સપેકટર પી.એન.પટેલ તથા પો.સ.ઇ. કે.એમ.ચૌધરી તથા પો.સ.ઇ. એસ.એન.ગોહિલ તથા એસ.ઓ.જી.પોલીસ માણસો એ.ટી.એસ,ચાર્ટર મુજબની કામગીરીમાં રાજપારડી વિસ્તારમાં હાજર હતા દરમ્યાન એ.એસ.આઇ.જશવંતસિંહ ભીમસિંહ નાઓની અંગત બાતમી આધારે રાજપારડી પોસ્ટે.ગુ.ર.નંબર- ।-૦૬/૨૦૧૬ ઇ.પી.કો.કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૭, ૩૨૩,૫૦૬(૨),૧૪૪ હેઠળ ૧૩૫ મુજબના કેસમાં ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી ગજેન્દ્રભાઇ લક્ષ્મણભાઇ વસાવા, ઉ.વ.૨૩, રહે.નવા માલજીપુરા, તા.ઝઘડીયા,જી.ભરૂચ નાને રાજપારડી ચાર રસ્તા પાસેથી તા.૦૨/૦૫/૨૦૧૯ ના કલાક:૧૮/૩૦ વાગે સીઆરપીસી ૪૧(૧) આઇ મુજબ ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




