પાણી પુરવઠો નહિ અપાઈ તો 13 મે ના રોજ સરદાર સરોવર ના જળાશયો ખોલી નાંખવાની ચીમકી.
જમીન અમારી,પાણી અમારું છતાં પીવાના પાણી માટે વલખા બોલનાર કોકીલા તડવી.
ભરૂચ,
ભરૂચ જીલ્લા ના નેત્રંગ,ડેડીયાપાડા,વાલીયા સહીત ના ટ્રાયબલ વિસ્તાર માં આવતા અંદાજીત 70 થી વધુ ગામોમાં પીવાના પાણી માટે આદિવાસી સમાજ ના લોકો એ વલખા મારવાનો વાળો આવતા ભીલીસ્તાન ટાઈગર સેનાએ પીવાના પાણી મુદ્દે રસ્તા પર ઉતારી આવી જીલ્લા કલેકટર કચેરી સંકુલ માં માટલા ફોડી પીવાના પાણી ની સમસ્યા હલ કરવા કલેકટર ને આવેદન પત્ર પાઠવ્યું હતું.
ભરૂચ જીલ્લા ના આદિવાસી વિસ્તારો માં ભર ઉનાળે પીવાના પાણી માટે વલખા મારવાનો વાળો આવ્યો છે.તો કેટલાક આદિવાસી વિસ્તારો માં પાણી માટે આવતા ટેન્કરો ઉપર પાણી ભરવા માટે પાણી ભરવા માટે પડાપડી થતા તેમજ પાણી ભરવા માટે ઝઘડાઓ થવા ને કારણે પણ પીવાના પાણી થી વંચિત રાહીનો વાળો આવ્યો છે.ત્યારે આદિવાસી વિસ્તાર ના લોકો સાથે જ સરકાર ઓરમાયું વર્તન રાખતી હોવાના આક્ષેપ સાથે ભરૂચ ભીલીસ્તાન ટાઈગર સેના ના કન્વીનર,ભરૂચ જીલ્લા જળ સંકટ નિવારણ સમિતિ ની અધ્યક્ષતા માં સમગ્ર આદિવાસી ના લોકો એ સ્વયં ભૂ એકત્ર થઈ ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે એકત્રિત થઈ માટલાઓ લઈ ધસી આવી પીવાના પાણી ની માંગણી સાથે કલેકટર કચેરી સંકુલ ને લોકો એ હાયરે ભાજપ હાય ના નારા સાથે ગજવી મૂકી હતી અને પાણી વિના ના ખાલી માટલાઓ કલેકટર કચેરી સંકુલ માં જ તોડી વિરોધ નોંધાવ્યો હતો અને પીવાના પાણી ની માંગણી કરી હતી અને પીવાના પાણી ની સમસ્યા હાલ નહિ થાય તો ઉગ્ર આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારી હતી.
13 મે ના રોજ સરદાર સરોવર ના જળાશય નો દરવાજા ખોલી નાંખવાની ચીમકી.
રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક પ્રતિભાવ નહિ મળે તો આગામી તારીખ 13 મી મે ના રોજ થી નર્મદા જીલ્લા ના સરદાર સરોવર ના જળાશય ના મુખ્ય સ્થળે જ્યાં સુધી લોકલ વિસ્તાર ને પીવા અને સિંચાઈ માટે પાણી નહિ આપવામાં આવે ત્યાં સુધી પ્રજા દ્વારા મુખ્ય નહેર ના દરવાજા બંધ કરી પાણી રોકી અહિંસક લડત આપવાની ચીમકી સાથે જીલ્લા કલેકટર ને આવેદન પાઠવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




